પશુપાલકો ને સ્પષ્ટ હિદાયત જો પશુ ને જાહેર માં છોડી મુકશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે
પકડાયેલા પશુ અને કમલ તળાવ પાંજરાપોળમાં મૂકી પશુ માલિકો સામે દંડનીય કાર્યવાહી શરુ કરી હતી.

અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી. રખડતા ઢોર ટ્રાફિકમાં અડચણ કરતા હોય તેવા ઢોરને પકડીને અંકલેશ્વર નગરપાલિકા ના ઢોર ડબ્બામાં નીચેની વિગતે પૂરવામાં આવ્યા. જેમાં ગાય – ૫ અને વાછરડા – ૯ એમ એકંદરે કુલ રખડતા ઢોર – ૧૪ ને ઢોર ડબ્બામાં પુરવામાં આવેલ છે. આ ડ્રાઈવ દરમિયાન ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા ના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા ની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના સુપરવાઈઝર – ૪ અને મુકાદમ – ૧ અને ફ્કત – ૫ મજૂરો દ્વારા પકડવાની કામગીરી કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા પશુપાલકોને આથી તાકીદ કરવામાં આવે છે કે તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તમને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં તો તમારા સામે નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેની સખત નોંધ લેવા તાકીદ કરી હતી.