પ્રિ મોન્સૂન કામગીરી હેઠળ પીરામણ થી પુન ગામ સુધી ખાડી ઊંડી જ ના કરી હોવાનું સામે આવ્યું છે
પ્રિ મોન્સૂન કામગીરી ચોમાસા ના બે મહિના પૂર્વે આયોજન કરવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું
અંકલેશ્વર માંથી પસાર થતી આમલાખાડી માં પ્રિ- મોન્સુન કામગીરી ના થવાના કારણે તેમજ આમલાખાડી પર બુલેટ ટ્રેન અને રેલ્વે કોરિડોર નાં કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપ નાખી પાણી ને અવરોધ રૂપ રસ્તો બનાવેલા રસ્તા દુર ના કરવામાં આવતા આગામી સમય માં અંક્લેશ્વર શહેર અને તાલુકા માં પૂર ની સમસ્યા સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા આ વખતે ચોમાસા પહેલા આમલાખાડી પર પ્રિ મોન્સુન કામગીરી ના ભાગ રૂપે સફાઈ કામગીરી કરાઈ નથી જેથી અનેક જગ્યાએ પાણી ને અવરોધ રૂપ માટી તેમજ વનસ્પતિ ઉગી નીકળે છે, એ સિવાય બુલેટ ટ્રેન અને રેલ્વે કોરિડોર નાં કોન્ટ્રાક્ટર દ્વારા તેમની અવરજવર માટે ખાડી માં ગેરકાયદેસર રીતે સંલગ્ન વિભાગો ની પૂર્વ મંજૂરી વગર પાઇપો નાખી પાણી ને અવરોધ રૂપ રસ્તો બનાવેલો હતો , ચોમાસા પહેલા તેમના દ્વારા જ આ પાઈપો દુર કરી પાણી નો રસ્તો ખુલ્લો કરવા જોઈએ જે હાલ ચોમાસા માં પણ ના થવાના કારણે આમલાખાડી ઓછા વરસાદ માં પણ ઓવરફ્લો થઇ હતી, આ ઓવરફ્લો થવા ના કારણે માર્ગ મકાન વિભાગ દ્વારા નવા બનાવેલા રસ્તા ધોવાઇ જાય છે, રસ્તાઓ બંધ થઇ જાય છે, પ્રજા ને અનેક હાલાકીઓનો સામનો કરવો પડે છે. તંત્ર ની આ બેદરકારી ના લીધે સફાઈ કામગીરી ના થવા ના કારણે અને ખાડી માં અવરોધો દુર ના કરવામાં આવતા આગામી સમયમાં માનવ સર્જિત પૂરની સ્થિતિ નું નિર્માણ થયું છે.
પિરામણ ના રહીશ સલીમ પટેલે જણાવ્યું હતું કે ચોમાસા ની ઋતુ પેહલા કલેકટર ના આદેશ મુજબ નોટીફાઇડ વિભાગ દ્વારા અંકલેશ્વર શહેર ની આસપાસ ની ખાડી ઓની સફાઈ કરવામાં આવતી હોય છે, જે આ વખતે થઇ જ નથી અથવા અધુરી કે યોગ્ય થઇ નથી જે નજરે દેખાઈ રહ્યું છે. આ બાબતે અમોએ મામલતદાર સાહેબ અંકલેશ્વર ને ચોમાસા પહેલા આ બાબત ની મૌખિક લેખિત રજૂઆત કરી હતી અને એમણે ટેલીફોનીક આદેશ આપ્યા હતા જો કે તે બાદ પણ અધુરી કાર્યવાહી થઇ છે, આ અવરોધો દુર ના થશે તો અંકલેશ્વર શહેર અને તાલુકા ની પ્રજાએ હાલાકી ભોગવવી પડશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નોટિફાઇડ વિભાગ ના ડ્રેનેજ વિભાગ ના ઈજનેર મોહિતભાઈ ને પ્રિ- મોન્સુન કામગીરી બાબત માં પૂછતા તેમણે જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેર અને પીરામણ તરફની ખાડી ની સફાઈ કરવાની બાકી છે, આપે બતાવેલ સ્થળોએ અમે કામગીરી કરી લઈશું તેમ જણાવી રહ્યા છે. ત્યારે હવે આમલાખાડી સફાઈ સંભાવના ઓછી છે. વરસાદ પડ્યા બાદ ખાડી પાસે સફાઈ કરવામાં સંકટ છે. આ વચ્ચે જો લાંબો ઉધાડ નીકળે તો જ સફાઈ થઇ શકે એમ છે.