અંકલેશ્વર ના પીરામણ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા માં ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળા ના આજરોજ રીસેસ દરમિયાન જ્યાં શિક્ષકો એક વર્ગખંડ માં જમી રહ્યા હતા તે સમય દરમિયાન શાળા માં બાળકો રમવા સાથે નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન શાળા ના પાછળ ના ભાગમાં બાળકો માટે લોખંડ ના રમત ગમત ના સાધનો દીવાલ અડી ને મુકવામાં આવ્યા હતા. જે પૈકી બાળકો લોખંડ ના આડા પડેલા જિરાફ ના સ્ટ્રક્ચર એંગલ પર રમી રહ્યા હતા. બાળકો ઉપર ચડી ઉતારે એવા સ્ટ્રેચર પર અનેક બાળકો રમતા હતા તે દરમિયાન આ લોખંડ નો જિરાફ એક તરફ નમી પડ્યો હતો.અને શાળા એ બાલ વાટિકા માં ભણવા આવેલા અને ત્યાંજ નાસ્તો કરતા 5 વર્ષીય માસુમ હાર્દિક સુખદેવ વસાવા પર પડ્યો હતો. જે માથાના ભાગે પડતા જ તેને ગંભીર ઇજા સાથે દબાઈ ગયો હતો. જે અંગે બાળકો દોડી ને શાળા શિક્ષકો ને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને એક મહિલા શિક્ષક પોતાની ઓઢાળી વડે જ્યાં થી લોહી વહી રહ્યું હતું ત્યાં દબાવી નજીકની એચ.એમ.પી ફાઉન્ડેશન દવાખાને પહોંચી હતી ત્યાંથી વધુ સારવાર અર્થે એમ્બ્યુલસ લઈ જયાબહેન મોદી હોસ્પિટલ પહોંચ્યા હતા પણ ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક વિગતો માં લોખંડ નું જિરાફ સ્ટ્રકચર પડતા હાર્દિક વસાવાની માથા ની ખોપડી જ ફાટી જતા વધુ પડતું લોહી વહી જતાં તેનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. ઘટના ની જાણ શાળા દ્વારા બાળક ના પરિવાર ને કરતા પરિવાર પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા જ્યાં હસતા-રમતા શાળાએ ભણવા મુકેલા વહાલસોયા હાર્દિક ના લોહી થી લથબથ મૃતદેહ જોતા જ પરિવાર ભાંગી પડ્યો હતો. ઘટનાને પગલે ગામ ના સરપંચ તેમજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ. પી.જી ચાવડા પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને પ્રાથમિક તપાસ બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે. કે લોખંડ ના જિરાફ ઉપરાંત અન્ય રમત ગમત ના સાધનો શાળા ની દીવાલ અડી ને મુકેલા જોવા મળ્યા હતા. જ્યાં કોઈ આળસ કે બાળકો રોકટોક ના રહેતા બાળકો રમવા પહોંચી જતા હતા ત્યારે રીસેસ દરમિયાન શાળા નો સ્ટાફ અને અન્ય કર્મચારી ની દેખરેખ ના જોવા મળતા તેમની નિગલે જન્સી જોવા મળી હતી.