
આ વર્ષે અત્યાર સુધી મેઘરાજાએ ગુજરાત પર ભારે હેત વરસાવ્યું છે.. આગામી દિવસોમાં પણ મેઘરાજાની કૃપા યથાવત રહેશે તેવી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણ, સમી હારીજ અને પાલનપુરમાં ભારે વરસાદ વરસશે.. માત્ર બનાસકાંઠામાં જ નહીં, પરંતુ સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં પણ ભારે વરસાદની અંબાલાલની આગાહી છે.
તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો જળમગ્ન થઇ શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી અંબાલાલે કરી છે.
આ સાથે અંબાલાલે મધ્ય ગુજરાતમાં અમદાવાદ તથા ગાંધીનગર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલે 7 જુલાઇથી 12 જુલાઇ દરમ્યાન મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલાકભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે તેવું તેમનું કહેવું છે.
આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ તેમણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.. તેમણે કહ્યું કે 18 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટશે. બાદમાં જૂુલાઇના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે.