અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા અને હાંસોટ તાલુકાના ખરચ ગામની બિરલા કંપની માંથી દીપડો પાંજરે પુરાયો હતો
- ભરૂચ જિલ્લાના બે તાલુકામાં દીપડા પાંજરે પુરાયા
- બે દિવસ પહેલા પાંજરા ગોઠવવાના આવ્યા હતા
- દીપડા પાંજરે પૂરતા ગ્રામજનોમાં રાહત અનુભવી
- અન્ય દીપડાઓને પકડવાની કવાયત હાથ ધરાઈ
- પાંજરે પુરાયેલ દીપડાને તબીબી તપાસ બાદ મુક્ત કરાયા
ભરૂચ જિલ્લામાં જંગલ વિસ્તાર માંથી ગ્રામ્ય વિસ્તારમાં દીપડો પ્રયાણ કરી રહ્યા છે ત્યારે અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાના ગામોમાં દીપડા નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામે દીપડાની અવર જવર થતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી વનવિભાગ દ્વારા દીપડાના ફૂટ પ્રિન્ટના આધારે બે જેટલા પાંજરા ગોઠવામાં આવ્યા હતા જે પાંજરામાં ગત રાત્રે અંદાજિત ચાર વર્ષીય દીપડો પંજારે પુરાયો હતો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત શ્વાસ લીધો હતો જોકે હજુ પણ દીપડા હોવાથી વનવિભાગ દ્વારા વધુ પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે
તો બીજી તરફ હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ બિરલા કંપનીમાં દીપડો નજરે પડતા વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં 2 જુલાઈના રોજ અંદાજિત બે વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો,અગાઉ પણ આ બિરલા કંપની માંથી બે જેટલા દીપડા પાંજરે પુરાયા હતા આ બંને દીપડાની તબીબી તપાસ બાદ જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા