Vaat Ankleshwarni

તાજા સમાચાર

60 કિમીની ઝડપે ફૂંકાશે પવન, ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય, 5 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહી શકે છે તે અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના નિષ્ણાત રામાશ્રય યાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે

આજના દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છનો સમાવેશ થાય છે. આજે પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, તાપી અને ડાંગમાં આજના દિવસે ભારે વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત રિજનમાં 5થી 7 જૂન સુધી કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે, જ્યારે 8થી 10 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં 5થી 10 તારીખ સુધી ભારે વરસાદની શક્યતાઓ છે.

આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં થંડરસ્ટોર્મની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે હવામાન વિભાગે માછીમારો માટે ચેતવણી આપી છે, જેમાં ગુજરાતના ઉત્તર અને દક્ષિણ બન્ને દરિયાકાંઠાના ભાગો માટે વોર્નિંગ આપવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર અને ઝાટકાનો પવન 60 કિલોમીટર સુધી જવાની સંભાવનાઓ છે.

error: Content is protected !!
Scroll to Top