
હાંસોટ કાકા બા હોસ્પિટલ ખાતે બલિદાન દિવસ અંતર્ગત હાંસોટ યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું,આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર -હાંસોટ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ , ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, હાંસોટ ભાજપ પ્રમુખ અનંત પટેલ , યુવા ભાજપ પ્રમુખ સહીત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને રક્તદાન કર્યું હતું.