અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ પાસે આવેલ આમ્રપાલી સોસાયટી માં રહેતા વૈભવ ચંગોઈવાલા દ્વારા ગત 20 મી ડિસેમ્બર ના રોજ ઓફિસ માં બેઠા હતા તે દરમિયાન લેપટોપ ઓનલાઇન એક જાહેરાત જોવા મળી હતી જેમાં ડાલ્લસ ઇકોમ ઈન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ ના નામે ફ્રેન્ચાઈઝીસ ની ડીલર શિપ મેળવો લખ્યું હતું જે આધારે ફ્રેન્ચાઇઝી ડીલરશીપ લેવા માટે ઓનલાઇન સંર્પક કરતા તેમની વેબસાઈટ પર થી બ્રોસર આવ્યું હતું જે બાદ ઓનલાઇન મીટીંગ ગુગલ મીટ પર કરી હતી. જેમાં લોકલ ફ્રેન્ચાઈઝી અને ભવિષ્ય માં કોઈ લોજેસ્ટિક પાર્સલ બુકિંગ કરશે તો 10 % વળતર તેમજ ફ્રેન્ચાઇઝી લેવા માટે 15 લાખ ડિપોઝિટ અને 50 હજાર સોફ્ટવેર ફી મળી કુલ 15.50 લાખ કંપની આપવામાં જણાવ્યું હતું અને તેના 2 % વધુ વળતર મળી બુકિંગ પર 12 % વળતર ની લાલચ આપી હતી. જે સમજાવ્યા બાદ વૈભવભાઈ 15.50 લાખ રૂપિયા ભરપાઈ કર્યા હતા અને 4 લાખ કંપની ની ઓફિસ માટે નો ખર્ચ કર્યો હતો. જે બાદ કંપની દ્વારા કોઈ બુકિંગ કે કોઈ વળતર ના આપતા તેઓ દ્વારા ડીપોઝીટ પરત માંગતા કોઈ પ્રતિઉત્તર મળ્યો હતો. જેને લઇ વળતર કે કોઈ ફાયદો ન આપી કુલ 19.50000 રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસ ઘાટ કરવા બદલ ડાલ્લસ ઇકોમ ઈન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ ના અરુણકુમાર દાસ ,ઝોનલ મેનેજર આશિષ ધોળકિયા અને અન્ય ઈસમો સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે તપાસ શરુ કરી ઓનલાઇન એનાલિસિસ તેમજ ટેક્નિકલ સર્વેલન્સ શરુ કરી હતી.