- રામજી મંદિર પાછળ રહેલા તળાવ માં આમલાખાડી માંથી રાસાયણિક પાણી ભળતા ઘટના બની
- ગ્રામજનો દ્વારા મામલતદાર અને જીપીસીબી ને જાણ કરી હતી
- ખેતી ને પણ વ્યાપક નુકસાન થયું હોવાની ફરિયાદ સાથે મામલતદાર ફરિયાદ કરાઈ હતી. • જીપીસીબી દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી શરુ કરી હતી.
સ્થાનિકો દ્વારા દોષિત કંપની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
અંકલેશ્વર માં પ્રદુષણ નું ભૂત વારંવાર ધૂણી રહ્યું હોવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. અંકલેશ્વર ના જુના દીવા ગામ ખાતે ગામના પાદર માં રામજી મંદિર પાછળ ગામ નું તળાવ આવેલ છે. જેમાં મંગળવાર ના રોજ આમલાખાડી નું કેમિકલ યુક્ત પાણી ભળતા તળાવ માં રહેલા જીવ સૃષ્ટિનો નાશ થયો છે. તળાવ માં વિવિધ પ્રજાતિ ની માછલી તેમજ કરતાલા સહીત જીવ જળચર પ્રાણીઓ નો નાશ થયો હતો. ગામ ના મુંગા પશુ ધન પણ તળાવ માં રોજ વિચરતા હોય છે. તો ગ્રામજનો દ્વારા પાણી ખેતી તેમજ અન્ય કામમાં ઉપયોગ માં લેતા હોય છે. આ વચ્ચે તળાવ માં આમલાખાડી મારફાયટે આવેલ કેમિકલ યુક્ત પાણી ને લીધે માછલી ટપોટપ મૃત પામી હતી. અચાનક માછલી ના મોત થી કિનારે માછલી નો ખડકલો જોવા મળતા ગ્રામજનો દોડી આવ્યા હતા. ઘટના અંગે ગામ ના સરપંચ સહીત આગેવાનો દ્વારા રૂબરૂ અંકલેશ્વર મામલતદાર ને ફરિયાદ કરતા તેમના દ્વારા આ અંગે જીપીસીબીએ ને જાણ કરી હતી. જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી સેમ્પલ લીધા હતા.