પાનોલી જીઆઇડીસી ને અડી ને ઉમરવાડા -સજાલી ગામ અડી ને દેશનો સૌ પ્રથમ સાંવરિયા શક્તિ ગતિ શક્તિ ટર્મિનલ નો પ્રારંભ આજરોજ ડી.એફ.સી.સી.આઈ.એલ એમ.ડી. પ્રવીણ કુમાર હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર પર ચાલુ નાણાકીય વર્ષમાં 5 ટર્મિનલ પી.પી ધોરણે શરુ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે દેશના પ્રથમ પી પી ધોરણે સાંવરિયા શક્તિ ગતિ શક્તિ ટર્મિનલ ની શરૂઆત કરવામાં આવી છે. 10 લાખ સ્કવેર ફીટ ના આગામી દિવસ માં ડેડીકેટેડ લોજેસ્ટિક પાર્ક અંતર્ગત મલ્ટી મોડેલ લોજેસ્ટિક પાર્ક ઊભો કરવામાં આવશે, જેમાં ફાર્મા, કેમિકલ સહીત વિવિધ સ્ટોરેજ તેમજ હેન્ડલર અને પીકઅપ ટ્રેન મારફતે દેશ અને દુનિયા માં માલ પરિવહન ટ્રેન મારફતે કરવામાં આવશે. આ ટર્મિનલ ના ડાયરેક્ટર, હરીશ અગ્રવાલ અને નિકુંજ અગ્રવાલ, ટર્મિનલ મેનેજર મિતેષ તડવી, .એફ.સી.સી.આઈ.એલ ના એસ પી વર્મા, શોભિત અગ્રવાલ, આમંત્રિત મહેમાનો ઉદ્યોગકારો તેમજ લોજેસ્ટિક ટ્રાન્સપોટર સહીત રેલ્વે ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલ્વે ના ડી. એફ. સી. સી.આઈ.એલ ના એમ ડી પ્રવીણ કુમાર હતું કે આ દેશના પ્રથમ પબ્લિક પાટ્નરશિપ હેઠળ નો ડી.એફ.સી દ્વારા ન્યુ અંકલેશ્વર જંક્શન હેઠળ ટર્મિનલ શરુ થયો છે. જે જિલ્લા ના ઉદ્યોગો માટે ટ્રાન્સ્પોટેશન ના ખર્ચ મા ધટાડો કરવા સાથે માલ પરિવહન માં સમય ને નાણાં ની બચત કરાવશે. આ રેલ્વે ના સુપર રેલ્વે હાઇવે પહેલા મલ્ટી મોડેલ લોજેસ્ટિક પાર્ક પ્રારંભ સાથે દેશની ઈકોનોમી માં ફાયદા રૂપ બનશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું. કે નર્મદા નદી પર બનેલ ફ્રેટકોરિડર બ્રિજ દેશનો સૌથી ઉત્તમ અને લાંબો બ્રિજ છે. જે સૌથી વધુ વજન ધરાવતી ડબલ ડેકર ટ્રેન પસાર થઇ શકશે. તો આગામી ડિસેમ્બર સુધી માં દિલ્હી દાદરી થી મુંબઈ ના જે.એન.પી.ટી.ટી પોર્ટ સાથે ફ્રેટ કોરિડોર જોઈન્ટ થઇ જતા રેલ્વે પરિવહન સૌથી ઝડપી બનવા સાથે રોજની 240 ટ્રેન નું આવાગમન થશે. જે સૌથી વ્યસ્ત રેલ્વે રૂટ પરિવહન ક્ષેત્રે બનશે.