
ભરૂચ અને અંકલેશ્વરમાંથી ફરી એકવાર બાંગ્લાદેશી ઘૂસણખોરોને પોલીસે ઝડપી પાડ્યા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલાબાદ ભરૂચ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે પોલીસના સર્ચ ઓપરેશનમાં ભરૂચ અને અંકલેશ્વરમાંથી ચાર મહિલા સહિત પાંચ ઘૂસણખોરો ઝડપાયા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પાંચેય ઘુસણખોરોને ઝડપી પાડી તેઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં જરૂર જણાશે તો તેમને ડિપોટ કરવાની પણ કાર્યવાહી કરાશે.