Vaat Ankleshwarni

તાજા સમાચાર

સારંગપુર ખાતે ધરતી આબા જન જાતિય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ મામલતદારની અધ્યક્ષતામાં યોજાયો

ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ યાત્રા ને વેગવંતી બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકાના  સારંગપુર ખાતે  મોતાલી,દઢાલ, ઉછાલી, અવાદર, કરારવેલ, સેગપુર, પિંપરોડ, પારડી-મોખા, જીતાલી તાલુકાના કલસ્ટર હેઠળના ગામો માં સરકારી સેવાઓ ઘરઆંગણે લાભ માટે વિશેષ બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો હતો. ક્લસ્ટર ના ગામના નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. ગ્રામજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો તથા નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન તા. 15 જુલાઈ સુધી શરૂ છે. આ અભિયાન હેઠળ 17 જેટલા સરકારી વિભાગોની 25 વ્યક્તિલક્ષી અને માળખાકીય યોજનાઓ આદિવાસી પરિવારો સુધી પહોંચી રહી છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લાભાર્થીઓને અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ અભિયાન હેઠળ આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ (PM-JAY), જાતિ/રહેવાસી પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), પીએમ-કિસાન જનધન ખાતું, વીમા કવર (PMJJBY/ PMSBY) વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન રોજગારી અને આવક આધારિત યોજનાઓ (મનરેગા, પીએમ વિશ્વકર્મા, મુદ્રા લોન) મહિલાઓ અને બાળકો માટે પીએમજેવાય, આંગણવાડી લાભ, રસીકરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!
Scroll to Top