Vaat Ankleshwarni

તાજા સમાચાર

હિમાલય ની દુર્ગમ પહાડો પર ઉગતા બ્રહ્મકમળ શિવ નગરી સજોદ માં ખીલ્યા હતા. 

  • માત્ર ઓગસ્ટ સપ્ટેમ્બર માં જ ખીલતા આ બ્રહ્મ કમલ જુલાઈમાં સજોદ ગામ ના યુવાન ના ઘર આંગણે ખીલ્યા હતા. 
  • માત્ર રાત્રી ના જ ખીલતા અને તે પણ 5 કલાક માટે જ ખીલતા આ ફૂલ સવાર થતા જ કરમાઈ જાય છે.
  • આ ફૂલ ના પાણી. ના જમીન. કે ના વૃક્ષ ની દાળ પર ઉગે છે એ માત્ર પાન પર જ ઉગે છે.

બ્રહ્મ કમળનું ફૂલ એક અદભૂત પુલ છે. આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે. આ ફૂલ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ખીલે છે. આ ફૂલને ખીલવા માં લગભગ બે કલાકનો સમય લાગે છે. આ ફૂલ હિમાલયના નીચલા વિસ્તારોમાં મળી આવે છે. બ્રહ્મ કમળ ખાસ કરીને ઉત્તરાખંડ રાજ્યના પુષ્પ છે. અહીં આ ફૂલોની ખેતી પણ થાય છે. આ ફૂલ વિશેષ રીતે રાજ્યમાં પિંડારી થી લઈ ચિકલા, રૂપકુંડ, હેમકુંડ, બ્રજ ગંગા, ફૂલોની ઘાટી, કેદારનાથ સુધી મળી આવે છે. આ ફૂલ હજારો કિલોમીટર દૂર એવા સજોદ ગામ જ્યાં ભગવાન શિવ બ્રહ્મ હત્યા ના દોષ થી મુક્ત થયા હતા તે સ્થળે વિવેક શર્મા નામના યુવક જે આંબેડકર નગર ખાતે રહે છે તેમના નિવાસ્થાને વાળા માં ખીલ્યા હતા. ચાર વર્ષ પૂર્વે સોનગઢ વ્યારા ખાતે મિત્ર પાસે આ ફૂલ ના પર્ણ લઇ આવ્યા હતા અને તે પૂર્ણ વાવ્યા બાદ આજે 4 વર્ષ 5 ફૂટ નો છોડ બન્યો છે અને ચાર વર્ષ બાદ તેના પર ફૂલ લાગ્યા હતા જે ફૂલ માત્ર રાત્રી ના જ અને તે પણ 5 કલાક સુધી જ ખીલેલા જોવા મળ્યા હતા. આ અદ્દભુત ફૂલ ને વાવનાર વિવેક ભાઈ શર્માએ જણાવ્યું હતું કે આ ફૂલ ની સુંદરતા અદભુત છે. અને હું ભાગ્યશાળી છું કે હિમાલય માં થતા પુષ્પ મારા વાળા ની શોભા વધારી રહ્યા છે. 
 

  • ફૂલ ની આગવી ઓળખ 
    આ ફૂલને ભારત ઘણા અન્ય નામો થી પણ ઓળખે છે જેમ કે- હિમાચલમાં દૂધાફૂલ, કાશ્મીરમાં ગલગજ અને ઉત્તર-પશ્ચિમી ભારતમાં બરગનડટોગેસના નામથી પ્રસિદ્ધ છે. આ ફૂલ ખુબ જ સુંદર હોય છે. તેને દિવ્ય ફુલ પણ કહેવામાં આવે છે. આ ફૂલ નું વૈજ્ઞાનિક નામ સોસેરિયા ઓબોવેલાટા છે.

 ફૂલ નું ધાર્મિક મહત્વ : 

આ ફૂલને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ ફૂલ ધાર્મિક મહત્વ પણ છે. માન્યતાઓ અનુસાર બ્રહ્મ કમળ માં નંદાનું પ્રિય પુષ્પ છે. માટે તેને નંદા અષ્ટમીમાં તોડવામાં આવે છે. બ્રહ્મકમળ નો અર્થ જ છે ‘બ્રહ્માનું કમળ’. કહેવાય છે કે ફક્ત ભાગ્યશાળી લોકો જ આ ફૂલને ખીલતા જોઈ શકે છે અને જે એવું જોઈ લે છે, તેને સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

ફૂલ નો ઔષધીય ઉપયોગ

બ્રહ્મ કમળ ફૂલના ઘણા ઔષધીય ઉપયોગ પણ હોય છે. તેનો ઉપયોગ દાજી જવા કે ઘા થવો, શરદી-તાવ, હાડકાના દુખાવા વગેરેમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. તેમાંથી નીકળતા પાણીને પીવાથી થાક દૂર થાય છે.

error: Content is protected !!
Scroll to Top