
આ રેલીનું મુખ્ય સૂત્ર હતું – “માં બનવાની એજ ઉંમર મન અને શરીર હોય તૈયાર”, જેમાં જનતામાં વસતી નિયંત્રણ અને આરોગ્યપ્રતિ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ, નર્સિંગ સ્ટાફ અને અન્ય આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.રેલી દરમિયાન નાગરિકોને માહિતગાર કરવા માટે પમફલેટનું વિતરણ અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા.આ સાથે ભરૂચ આરોગ્ય વિભાગે વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.