ભરૂચ: ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોક જનશક્તિ પાર્ટી ભરૂચ દ્વારા કડક પ્રતિકાર નોંધાયો છે. જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પીપોડી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું. તેમની માંગ હતી કે સરકાર ઝડપથી જાગે અને ભરૂચ જિલ્લામાં આવેલી તમામ પુલોની સ્થિતિનું માવજત કરે.આવેદનપત્ર મારફતે અબ્દુલ કામથીએ સ્પષ્ટ કર્યું કે નંદેલાવ બ્રિજ, જંબુસર બાયપાસ બ્રિજ, અરગામા ભુખી ખાડી બ્રિજ અને આમોદ-જંબુસર ઢાઢર નદીના બ્રિજ સહિતના બ્રિજોની તાત્કાલિક રિપેરીંગ જરૂરી છે.તેમણે જણાવ્યુ કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનને 50 લાખ રૂપિયાની સહાય, ઘાયલ દર્દીઓને ઉચ્ચતમ સારવાર અને દોષિત અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ.