
અંકલેશ્વર તાલુકાના સજાલી ગામ વર્ષો બાદ સમરસ બની છે. ગામ માં નવી જ ટીમ દ્વારા પંચાયત નો પદભાર સાંભળ્યો છે. ગામ ના સામાજિક રાજકીય આગેવાન એવા સફાકટ ભૈયાત દ્વારા પોતાની પેનલ ઉભી રાખી હતી અને પત્ની અતિકા સફાકટ ભૈયાત ને સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા. જો કે ગામમાં તેના પર વિશ્વાસ મૂકી તેમની ટીમ અને સરપંચ ને બિનહરીફ જાહેર કર્યા હતા.

આજ રોજ તલાટી તેમજ તાલુકા પંચાયત ના અધિકારી ની ઉપસ્થિતિ માં ડેપ્યુ સરપંચ ની ચૂંટણી યોજાઈ હતી. અને તેમાં ડેપ્યુ.સરપંચ તરીકે હિતેશ પટેલ ની બિન હરીફ વરણી કરાઈ હતી. સરપંચ અતિકા સફાકટ ભૈયાત અને તેમની ટીમ દ્વારા સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. અને આગામી દિવસ માં સંજાલી ગામ ના સર્વાંગી વિકાસ સાથે ગામ ના વિકાસ ના કામો આગળ વધાવી ગામ ને આગવી ઓળખ ઉભી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.