અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી દ્વારા રખડતા પશુ ના ભોગ માનવી બન્યા હોવા છતાં પણ હજુ પણ જાગ્યું ના હોવાનું સામે આવી રહ્યું છે. રહેણાંક વિસ્તારમાં હજુ પણ રખડતા પશુ નો ત્રાસ જોવા મળી રહ્યો છે. સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી પાસે સિટી સેન્ટર ની પાછળ ની લાઇન માં રખડતા બે આખલા ની લડાઈ જામી હતી. જે માર્ગ પર પહોંચી હતી અને લોકો ના જીવ અધ્ધર થઇ ગયા હતા. તો અન્ય એક માર્ગ પર પશુઓ અડિંગો જમાવી દીધો હતો. આ વચ્ચે વારંવાર રખડતા પશુઓ વિભિન્ન માર્ગો પર આવી રાહદારીઓ અને વાહનચાલકો માટે મુસીબત ઊભી કરી રહ્યા છે ગત વર્ષે નોટીફાઈડ વિભાગ દ્વારા અંકલેશ્વર પાલિકા પાસે થી પશુ પકડવા માટે ટિમ અને વાહન લાવી પશુ પકડ્યા હતા જો કે આ વખતે આ પરત્વે તેમની અનદેખી જોવા મળી રહી છે. રહીશોની વારંવાર રજુઆત છતાં પણ અનદેખી કરી રહ્યા છે .ત્યારે લોકો માં હવે રોષ ભભૂકી ઉઠ્યો છે. કે કોઈ નિર્દોષ માનવી મોત ને ભેટે બાદ જ નોટીફાઈડ પશુ પકડશે કે પછી બસ આમ જ આંખ બંધ કરી બેસી રહેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.