Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શનિવાર ના લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા ,મંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ ના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ સિવિલ જજ સી.કે. મુન્શીની અધ્યક્ષતા હેઠળ  લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું

આ લોક અદાલત માં મોટર અકસ્માત વળતર કેસ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, દીવાની દાવાઓ,ફોજદારી કેસો, તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે ડીજીવીસીએલ બી.એસ.એન.એલ, બેંકો સહિતના વિવિધ કેસો મળી કુલ 10000 થી વધુ કેસો મુકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલ માં લોક અદાલત નો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો .લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન,કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશો એ સેવા આપી હતી . લોક અદાલત ના માધ્યમ થી નાગરિકો નો સમય ,વકીલ ફી તેમજ અન્ય આવવા જવાની ધક્કા પણ બચી જતા હોય છે સાથે તાત્કાલીક ન્યાય મળી જતો હોય છે. ઉપરાંત નામદાર કોર્ટ પર કેસો નું ભારણ પણ ઓછું થતું હોય છે

error: Content is protected !!
Scroll to Top