Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ  અપના ઘર સોસાયટી ના રહેવાસી નગરપાલિકા વિરુદ્ધ ઉઠાવ્યા ગંભીર આક્ષેપ કર્યો હતો.

ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપના ઘર સોસાયટીના રહીશોએ નગરપાલિકાને આડેસર કર્યા છે કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે, જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.સ્થાનિક રહેવાસી મનહરભાઈ મહેતાએ જણાવ્યુ હતું કે, “છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદું છે. તેના કારણે મારા પુત્રને તાવ, ઉલ્ટી અને દસ્તની તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ડોક્ટરે પણ આ બીમારીનું મુખ્ય કારણ ગંદા પાણીનો ઉપયોગ હોવો જણાવ્યું છે.”મનહરભાઈએ વધુમાં રોષ વ્યક્ત કરતા કહ્યું હતું, “નગરપાલિકા પ્રજાને સ્વચ્છ પાણી આપવાને બદલે ગંદું પાણી પીવડાવી રહી છે. અમે અનેક વખત રજૂઆત કરી છે છતાં કોઈ પગલાં લેવાતા નથી. પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા પછી પણ ચાર દિવસ વીતી ગયા, પરંતુ હજુ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી.

error: Content is protected !!
Scroll to Top