Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર શહેર તેમજ ભડકોદ્રા ગામ ખાતે આયુષ્યમાન વય વંદના અને સન્માન સાથે નોંધણી નો કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે,આ સુવિધામાં સિનિયર સિટીઝન્સ અને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે.આ સ્કીમનો લાભ 70 વર્ષ કે તેથી વધુ ઉંમર ના વડીલો લઇ શકે છે. આયુષ્યમાન વય વંદના કાર્ડ ખાસ કરીને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યું છે.

આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બનાવવા માટે વૃદ્ધોએ પોતાની આવક કે આર્થિક સ્થિતિ અંગે કોઈ જાણકારી આપવાની નથી રહેતી. ભલે ને તેઓ કોઈપણ વર્ગમાંથી આવતા હોય, જે પણ વડીલની  ઉંમર 70 વર્ષથી વધુ છે, તો તેઓ સરળતાથી આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે. જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે તેમજ શહેરમાં મેવાડા ફળીયા સ્થિત કાછીયા પટેલ વાડી ખાતે આયુષ્યમાં વયવંદના નોંધણી તથા વડીલોના સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ લીધો હતો

ભડકોદ્રા ગામ ખાતે આ કેમ્પમાં 125 થી વધુ વડીલોને આયુષ્માન કાર્ડ નું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર ખાતે 90 થી વધુ કાર્ડ નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તો છેલ્લા અગાઉ નવ વોર્ડ માં ડોર ટુ ડોર કાર્યક્રમ અંતર્ગત 150 થી વધુ નોંધણી કરવામાં આવી છે. આ પ્રસંગે ભડકોદ્રા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમ માં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પરેશ પટેલ, મગન પટેલ, ભરત પટેલ, રાકેશ પટેલ સહીત ભાજપના આગેવાન સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જયારે શહેર કહતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, જનક શાહ, ચેતન ગોળવાલા, જીગ્નેશ અંદારીયા, તેમજ ભાજપ સંગઠન ના હોદેદારો અને પાલિકા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!
Scroll to Top