- શહેર તેમજ જુના નેશનલ હાઇવે અને તેને જોડતા માર્ગો પર ગાબડાં નું પેચવર્ક શરુ કર્યું હતું.
- જુના નેશનલ હાઇવે પર ઉમાભવન, મહાવીર ટર્નીંગ સહીત માર્ગ પર સમારકામ શરુ કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર પડેલા વરસાદ એ અનેક માર્ગો નું ધોવાણ કરી નાખ્યું છે. શહેર હોય કે ગ્રામ્ય કે પછી સ્ટેટ હાઇવે અને જુના -નવા હાઇવે પર રોડ ના ગાબડાં જ ગાબડાં જોવા મળ્યા હતા. વરસાદે વિરામ લેતા અંતે માર્ગ અને મકાન વિભાગ, તેમજ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ પર ના ગાબડાં પૂરવા ની શરૂઆત કરી હતી.

ખાસ કરીને ઉમા ભવન પાસે ફટાક પર પડેલા ગાબડા જેને લઇ વાહન ચાલકો ને હાડકાં તોડી નાખે તેવા પડેલા ગાબડા તેમજ રોડ પર પડેલા અન્ય ગાબડાં નું સમારકામ શરુ કરવામાં આવ્યું હતું. રવિવાર ને વરસાદ ના વિરામ વચ્ચે ઓછી વાહનો અવરજવર તંત્ર દ્વારા ડામર કાર્પેટ સહીત પેચ વર્ક સાથે સમારકામ શરુ કર્યું હતું. જો કે લોકો માં કરોડો રૂપિયા ના ખર્ચે બનતા રોડ પર પ્રતિ વર્ષ ગાબડાં પડવા સાથે પુનઃ તેના પાછળ થતા ખર્ચ ને લઇ પ્રજા રૂપિયા ના વેડફાટ સાથે તંત્ર સામે છૂપો રોષ જોવા મળ્યો હતો.