16 પંપ પર ગેરરીતિ જણાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ ખરીદીમાં છેતરવામાં ન આવે તે માટે રાજ્યવ્યાપી આ ઝુંબેશ હાથ ધરાઈ હતી.

રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા ગત તા. 18 અને 19 જુલાઈના રોજ રાજ્યવ્યાપી બે દિવસની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ શહેરો- હાઈવે પર આવેલા 267 જેટલા પેટ્રોલ-ડિઝલ પંપ ઉપર દરોડા પાડીને સ્થળ તપાસ કરી હતી. આ દરોડા દરમિયાન 16 જેટલા પેટ્રોલ-ડિઝલ પંપ પર ગેરરીતિ જણાતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા ગત તા. 18 અને 19 જુલાઈના રોજ રાજ્યવ્યાપી બે દિવસની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ શહેરો- હાઈવે પર આવેલા 267 જેટલા પેટ્રોલ-ડિઝલ પંપ ઉપર દરોડા પાડીને સ્થળ તપાસ કરી હતી. આ દરોડા દરમિયાન 16 જેટલા પેટ્રોલ-ડિઝલ પંપ પર ગેરરીતિ જણાતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સરકારના તોલમાપ તંત્રની એક યાદીમાં જણાવ્યાનુંસાર, સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેના ભાગરૂપે રાજ્યના તમામ 33 જિલ્લામાં 267 જેટલા પેટ્રોલ-ડીઝલ પંપોની આકસ્મિક તપાસણી કરાઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.