અંકલેશ્વર ની તુલસી સ્કવેર એશિયાડ નગર થી નીકળેલ દશામાં ની શોભા યાત્રા જૂની દીવી ગામે દશામાં ધામ ખાતે પહોંચી હતી
માઁ દશામા ના વ્રત નો ટૂંક માં પ્રારંભ થઇ રહ્યો છે. ભક્તો દશ દિવસ માઁ દશામા ની મૂર્તિ ને પ્રસ્થાપિત કરી ભક્તિ માં લીન બનશે ત્યારે ભક્તો દ્વારા દશામા ની મૂર્તિ ની શોભા યાત્રા કાઢી પોતાના સ્થાપના ના સ્થાને લઇ જતા હોય છે અંકલેશ્વર ના જુની દીવી ગામ ના દશામા ધામ ના ભક્તો દ્વારા દશામા ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ તુલસી સ્કવેર એશિયાડ નગર થી વાજતે ગાજતે નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગો પરથી ભરૂચી નાકા થઇ જૂની દીવી ગામે દશામાં ધામ ખાતે પહોંચી હતી. આ શોભાયાત્રા માં મોટી સંખ્યા માં ભક્તો જોડાયા હતા