- 5 ભેંસો ટક્કર મારતા 3ના મોત થયા બે ગંભીર રીતે ઘવાઈ હતી.
- અન્ય એક કાર ચાલક ભેંસ બચાવવા જતા રોડ સાઈડ ખાબક્યો
- એર બેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો હતો.

હાંસોટ તાલુકાના હાંસોટ થી ફુરાદરા થી કોસંબા જતા માર્ગ પર આજરોજ સવારે માર્ગ પર 5 ભેંસો નું ટોળું પસાર થઇ રહ્યું હતું. તે દરમિયાન અજાણ્યા ટ્રક ચાલક એ ભેંસો ના આ ટોળા ને અડફેટે લેતા ભેંસો ફંગોળાઈ હતી. પુરપાટ આવેલા ટ્રક ભેંસ માટે કાળમુખો બન્યો હતો. અને અડફેટે લીધેલી 5 ભેંસો પૈકી 3 ભેંસ નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જયારે 2 ભેંસ ગંભીર રીતે ઘવાઈ હતી. આ અકસ્માત દરમિયાન ત્યાં એક કાર ચાલક પણ પસાર થઇ રહ્યો હતો .જેને ભેંસો ને બચાવવા જતા કાર રોડ સાઈડ પર ઉતારી દીધી હતી જો કે એર બેગ ખુલી જતા તે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જયારે ભેંસોના મોત ને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટના અંગે હાંસોટ પોલીસ મથક માં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરુ કરાઈ હતી.