- દીકરીઓ માટે રાઇડ્સ થી લઇ પાણી પુરી થી લઇ પીઝા સાથે વિવિધ ભોજન વાનગી પીરસાઈ હતી.
- દીકરીઓ ને ભોજન સાથે શાળકીય કીટ પણ આપવામાં આવી હતી.
- ડીજે ના સાથવરે અલૂણાં વ્રત કરતા દીકરીઓ માટે જુના દિવા ના નાની ભાવિ યુવક મંડળ નું અનોખું આયોજન
અલૂણાં – ગૌરી વ્રત માં દીકરી ઓ 5 દિવસ સુધી અન્ન છોડી કઠોર વ્રત કરતી હોય છે. જે વો સૂકા મેવા પર આ 5 દિવસનું વ્રત કરતી હોય છે. ત્યારે પોતાના પ્રિય ભોજન, પાણી-પુરી , પીઝા તેમજ વિવિધ ફાસ્ટફૂડ ના ત્યાગ કરી આ વ્રત કરતી હોય છે. ત્યારે આ દીકરી ઓ માટે 5 દિવસ બાદ જુના દીવા ગામ ના નાની ભાવિ યુવક મંડળ દ્વારા ગામ ના યુવા આગેવાન વિવેક ભરડી વાલા દ્વારા 600 દીકરીઓ માટે વિશેષ આયોજન કરતા તેમના માટે વિવિધ રાઇડ્સ, ડી.જ.એ તેમજ ભોજન માં પાણી પુરી , ફાસ્ટફૂડ, તેમજ વિશેષ ભોજન થાળી સાથે નું મનગમતું ભોજન પીરસવામાં આવ્યું હતું. દીકરીઓ પણ આ ભોજન આરોગી ખુશીથી ઝૂમી ઉઠી હતી. તો દીકરી નું કુમકુમ તિલક સાથે સ્વાગત કરી મનોરંજન પૂરું પાડ્યું હતું જે બાદ દીકરી ઓ ને શૈક્ષણિક કીટ આપી ચહેરા પર સ્મિત સાથે વિદાય કરી હતી. આ કાર્યક્રમ માં ગરીબ થી લઇ તમામ વર્ગ ની દીકરીઓ કરવામાં આવેલા આયોજન માં ઉમળકાભેર આયોજનમાં ભરડી વાલા પરિવારના સદસ્યો થી માંડી ગામ આગેવાનો અને યુવકો દ્વારા સમગ્ર આયોજન સફળ બનાવ્યું હતું.