- ન્યુ સજાલી રેલ્વે સ્ટેશન તરફ જતા માર્ગ જી.એસ. એસ. ફાર્મ ના પાછળ ભાગ ઇકો માંથી દારૂ બુટલેગર દારૂ કટીંગ કરવા પહોંચ્યો ને પોલીસ દરોડા પાડ્યા
- પોલીસે 28 હજાર ઉપરાંત નો દારૂ , ઇકો કાર અને એકટીવા મોપેડ મળી 3.68 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
- પોલીસે એક ઈસમની ધરપકડ કરી અન્ય એક ને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ટીમ અંકલેશ્વર એશિયાડ નગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ન્યુ સજાલી રેલ્વે સ્ટેશન તરફ જતા માર્ગ જી.એસ.એસ.ફાર્મ પાછળ દારૂ નું કટીંગ કરાઈ રહ્યું છે. જે માહિતી આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવી હતી તે દરમિયાન માહિતી આધારિત ઇકો કાર આવી ઉભી રહી હતી અને ઇકો કાર વડે મોપેડ માં દારૂ કાઢી રહી હતી તે સમયે જ પોલીસ ટીમ ત્રાટકી રંગે હાથ દારૂ નું કટીંગ કરતા કસ્બાતી વાડ ના બુટલેગર તુફેલ સલીમુદ્દીન મલેક ને ઝડપી પાડ્યો હતો. અને પોલીસે વિવિધ બ્રાન્ડ ની નાની મોટી બોટલ 225 અને પાઉચ મળી 28.125 રૂપિયા નો દારૂ નો જથ્થો તેમજ ઇકો કાર અને એકટીવા મોપેડ મળી કુલ 3.68.125 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ પોલીસ તુફેલ સલીમુદ્દીન મલેક ધરપકડ કરી હતી. તેમજ ઈકો ગાડી નો ચાલક ને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.