થોડા જ દિવસો માં રક્ષાબંધન નો તહેવાર આવી રહ્યો છે. રક્ષાબંધન એટલે ભાઈ અને બહેન નો અતૂટ પ્રેમ દર્શાવતો એક અમૂલ્ય તહેવાર.. દરેક બહેન પોતાના વ્હાલસોયા ભાઈને રાખડી બાંધી એના ઓવરણા લેતી હોય છે. એવા જ આપણી રક્ષા માટે સરહદ પર તૈનાત ભારતીય સેનાના આપણા વીર બહાદુર જવાનો માટે પણ એક રેશમ નો તાતણો મોકલવો એ આપણી ફરજ બની રહે છે.. ત્યારે એવા જ અંકલેશ્વર ના ગડખોલ સ્થિત બિપિન પાર્ક સોસાયટીમાં રહેતા ભાવિનીબેન અશ્વિનભાઇ પટેલ.તેઓ છેલ્લા 3-4 વર્ષથી મહિલા મિત્રો સાથે મળી ને આ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે આ રાખડી ઓ રક્ષાબંધન ના એક મહિના પહેલા ભેગી કરે છે. દેશના વીર ભાઈઓ માટે એક સુંદર પત્ર લખી તૈયાર કરીને મોકલવામાં આવે છે. જેના માટે વડોદરા સ્થિત આયોજક સંજય બચ્ચાવ દ્વારા એક સુંદર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વડોદરા બહાર ની બહેનો તેમના ઘર ના સરનામે રાખડી ઓ મોકલી શકે છે. આ રાખડીઓની સરહદ દીઠ વહેંચણી, પેકીંગ અને પૂજા કર્યા બાદ મોકલવામાં આવે છે. ઘણી બહેનો ને દર વર્ષે સરહદ પરથી આપણા વીર જવાનોના મેસેજ અથવા કોલ આવતા હોય છે.
ભાવિનીબેન પટેલ એ જણાવ્યું હતું કે આ રાખડીઓ રક્ષાબંધનના એક મહિના અગાઉ મોકલવાની રહે છે આપણા દેશ ના વિરલા ઓ માટે આપણે બીજું કઈ ના કરી શકીયે પણ યથાશક્તિ રાખડી મોકલી આપણો પ્રેમ અને આપણી રક્ષા કરવા બદલ એમનો આભાર જરૂર વ્યક્ત કરી શકીયે. તમારે પણ આ અભિયાન માં જોડાવું હોય તો નીચે આપેલ સરનામાં પર રાખડી ઓ મોકલી શકશો. તમારી રાખડી ઓ આપણા દેશના વીર જવાનોને પહોંચાડવામાં આવશે. હાલ તો ભાવિની બેન આ એક સુંદર કાર્ય કરીને અન્ય માટે પણ એક પ્રેરણારૂપ બન્યા છે. ઈશ્વર આપણી રક્ષા કરનારા ભારતીય સેનાના આપણા વીરો ને શક્તિ પ્રદાન કરે. એ જ પ્રાર્થના કરી હતી.