કોંગ્રેસ કાર્યકરોએ ‘રસ્તા સુધારો’ અને ‘ભ્રષ્ટાચાર બંધ કરો’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતો.
શહેર અને તાલુકામાં રસ્તા ની બિસ્માર સ્થિતિ અને પ્રિમોન્સૂન કામગીરી માં થયેલી બેદરકારીના મુદ્દે જિલ્લા કોંગ્રેસ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો પાલિકા ના શૌચાલય કૌભાંડ ની તપાસની માગણી હતી.
અંકલેશ્વર શહેર અને તાલુકામાં રસ્તા ની બિસ્માર સ્થિતિ અને પ્રિમોન્સૂન કામગીરી માં થયેલી બેદરકારીના મુદ્દે જિલ્લા કોંગ્રેસ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પ્રાંત અધિકારી કચેરી ખાતે ધરણા કર્યા હતા. ‘રસ્તા સુધારો’ અને ‘ભ્રષ્ટાચાર બંધ કરો’ જેવા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે રસ્તાઓની તાત્કાલિક મરામત કરવાની માગણી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું. હતું. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, નાઝુ ફડવાલા, જયકાંત પટેલ અને શહેર પ્રમુખ શરીફ કાનુગા સહિતના નેતાઓ હાજર રહ્યા. કોંગ્રેસ તાલુકામાં શૌચાલય કૌભાંડ અંગે નિષ્પક્ષ તપાસની માગણી કરી. તેમણે આ મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી.