- બાઈક ચાલકને ઇજા પહોંચતા સારવાર હેઠળ લઈ જવાયો હતો.
- રોડ મધ્યે બનવેલ ક્રોસિંગ પર જ અકસ્માત સર્જાયો હતો.

અંકલેશ્વર ભરૂચ રોડ પર પુનઃ એકવાર અકસ્માત સર્જાયો હતો. ગોલ્ડન પાલ્મ પાસે તાજેતર માં રોગ સાઈડ આવતા વાહન લઇ સર્જાતા અકસ્માત ટાળવા માટે રોડ ક્રોસિંગ ડિવાઈડર દૂર કરાવી બનાવવામાં આવ્યા છે. જે ક્રોસિંગ પર જ કાર ચાલક એ બાઈક ચાલકને અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે. કે અગાઉ આ ક્રોસિંગ ના હતા જેને લઇ પુરપાટ વાહનો પસાર થતા હતા. ત્યારે ક્રોસિંગ બન્યા બાદ વાહનો હજુ પણ પુરપાટ દોડી રહ્યા છે. તંત્ર દ્વારા જરૂરી દિશા સૂચક બોર્ડ પણ ઉભા કરવામાં આવ્યા હોવા છતાં પણ વાહન ચાલકો બેદરકારી થી વાહન હંકારી રહ્યા છે જેને લઇ જીવલેણ અકસ્માત સર્જાય શકે છે.