વ્યાજખોરોના ત્રાસ અને આર્થિક શોષણ માંથી મુક્તિ અપાવવા માટે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો.
- અંકલેશ્વર ના શહેર એ ડિવિઝન પી.આઈ. ની અધ્યક્ષતા હેઠળ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો.
- મોટી સંખ્યા માં જરૂરિયાત મંદ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા તમામ શહેરોમાં વ્યાજખોરોના ત્રાસ અને આર્થિક શોષણ માંથી મુક્તિ અપાવવા જરૂરતમંદો માટે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે. રાજ્ય સરકારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરેલી ઝુંબેશ વચ્ચે હવે આવા લોકોને ચુંગાલમાંથી મુક્તિ મળે તે માટે બેંકોના સહયોગથી લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જરૂરિયાત મંદ લોકોને લોન મળી રહે અને તેઓ વ્યાજખોરોના ચૂંગલમાં ન ફસાય તે માટે પોલીસ વિભાગ આગળ આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લા માં લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માર્ગદર્શન કેમ્પ ના ભાગરૂપે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પી.આઈ. પી.જી. ચાવડા ની અધ્યક્ષતા હેઠળ લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ,રાષ્ટ્રીય કૃત ,બેંક ,સહકારી બેંક ,ખાનગી બેંકો ,મહિલા અને બાળ અધિકારી કચેરી અને આ લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ માં મોટી સંખ્યા માં ઉપસ્થિત જરૂરિયાત મંદ લોકો ને વિવિધ લોન તેમજ સરકારની યોજના ની લોન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ,તેમજ બેંક દ્વારા લોકો એ લોન અંગે જરૂરી માર્ગદર્શન મેળવી લોન અંગે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ પ્રસંગે ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા