Vaat Ankleshwarni

તાજા સમાચાર

શું દયાબેન બાદ જેઠાલાલે ‘તારક મહેતા’ શો છોડ્યો? આસિત મોદીએ તોડી ચુપ્પી, કહ્યું – ‘હવે કોઈ ફરક પડતો નથી’

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિશે એવી ખબર આવી રહી હતી કે જેઠાલાલ અને બબીતા જીએ શો છોડી દીધો છે. તેઓ લાંબા સમયથી સ્ક્રીન પરથી ગાયબ છે. પરંતુ આ અંગે પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ ચુપ્પી તોડીને ખુલાસો કર્યો છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમસ ટીવી સીરિયલમાંની એક છે. આ શો નાના પડદા પર સૌથી લાંબા સમયથી ચાલી રહ્યો છે અને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. જોકે, આટલા વર્ષોમાં કાસ્ટિંગમાં ઘણા ફેરફાર થયા છે. ઘણા ફેમસ સ્ટાર્સ આ શો છોડી ચૂક્યા છે. હાલમાં આ શોની ‘જાન’ કહેવાતા જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને ‘બબીતા જી’ એટલે કે મુનમુન દત્તા વિશે પણ શો છોડવાની વાત સામે આવી રહી છે. પરંતુ હવે પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ આ અંગે ચુપ્પી તોડી છે.
અસિત કુમાર મોદીએ ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પહેલેથી જ ઉલ્લેખ કર્યો હતો કે, સોશિયલ મીડિયા એક એવી જગ્યા બની ગઈ છે, જ્યાં બધું નેગેટિવ થઈ ગયું છે, તેથી પોઝિટિવ વિચાર રાખવો જરૂરી છે. હવે, ‘ઈટાઈમ્સ’ને આપેલા એક નવા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે જ્યારે પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાયેલી કોઈ વાતો આવે છે, તો તે હંમેશા ઘણું ધ્યાન ખેંચે છે.

અસિતે અફવાઓ પર લગાવ્યા વિરામ
તેમણે કહ્યું, ‘પણ સાચું કહું તો, હવે મને કોઈ ફરક પડતો નથી. જો હું દરેક અફવા પર જવાબ આપવાનું શરૂ કરી દઉં, તો તે ક્યારેય બંધ નહીં થાય. હાલમાં જેઠાલાલ તેની પર્સનલ લાઇફના કારણે થોડો વ્યસ્ત છે જેથી તે શોમાં દેખાઈ રહ્યો નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે તેમણે શો છોડી દીધો છે. કહાની હંમેશા એક જ પાત્રની આસપાસ ફરવી શક્ય નથી. લોકો કંઈપણ માની બેસે છે, પરંતુ હું કહાની પર ફોકસ કરું છું અને આ અફવાઓ પર ધ્યાન નથી આપતો.’

error: Content is protected !!
Scroll to Top