
દરેક છોકરીઓ અને મહિલાઓ તે સુંદર દેખાય તેવું ઇચ્છતી હોય છે. આ માટે અનેક પ્રકારની ટ્રીટમેન્ટ પણ કરાવતી હોય છે. આ સાથે જ અનેક હોમ રેમેડીઝ પણ ટ્રાય કરતી હોય છે, જો કે પાર્લરમાં તો અનેક ઘણા પૈસા ખર્ચાય જાત હોય છે. જો તમારે પણ સ્કિન પર ગ્લો જોઈએ છે તો તેના માટે તમ્મરે પાર્લર જઈને મોંઘા બ્યુટી ટ્રીટમેન્ટ્સ પર વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે ઘરે બેઠા પણ ગ્લોઈંગ ત્વચા મેળવી શકો છો. આ સાથે જ દાગ-ધબ્બા દૂર કરવા માટે પણ આ ફેસ પેકનો ઉપયોગ કરી શકાય છે. ચાલો, પોષક તત્વોથી ભરપૂર આ ફેસ પેક બનાવવાની સરળ રીત જાણીએ.
ફેસ પેક કેવી રીતે બનાવવો?
આ ફેસ પેક બનાવવા માટે તમને માત્ર બે વસ્તુઓની જરૂર પડશે. સૌથી પહેલા એક બાઉલમાં બે ચમચી બટાટાનો રસ કાઢો. હવે આ જ બાઉલમાં એક ચમચી મધ ઉમેરો. પછી આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરો. હવે તમે આ પેસ્ટ એટલે કે ફેસ પેકને તમારા સ્કિન કેર રૂટિનનો ભાગ બનાવી શકો છો.
ઉપયોગ કરવાની રીત
આ ફેસ પેકને તમારા આખા ચહેરા અને ગળાના ભાગ પર લગાવો. વધુ સારું પરિણામ મેળવવા માટે રાત્રે સૂતા પહેલા આ ફેસ પેક લગાવો. થોડા સમય સુધી આ ફેસ પેક રાખો અને પછી ચહેરો ધોઈ લો. માત્ર થોડા જ અઠવાડિયામાં તમને પોઝિટિવ અસર દેખાવા લાગશે. હા, આ ફેસ પેકને તમારા આખા ચહેરા પર લગાવવાના પહેલા પેચ ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં.