અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ના અધ્યક્ષ સ્થાને આજરોજ જનરલ બોર્ડ મીટીંગ યોજાઈ હતી. ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહીત સત્તા અને વિપક્ષ ના સભ્યો ની હાજરી માં બોર્ડ મીટીંગ માં 32 જેટલા એજન્ડાના કામો વંચાણે લેવામાં આવ્યા હતા. વિપક્ષ દ્વારા પુનઃ એકવાર અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ થી સ્ટેશન સુધી ના આઇકોનિક માર્ગ નો મુદ્દો ઉઠાવ્યો હતો. અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી કામગીરી બાબતે સવાલ ઉઠાવ્યા હતા. હાલ માં ચર્ચા માં આવેલ શૌચાલય કૌભાંડ ના મુદ્દે પણ ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તક માર્ગ ને પાલિકા માં સમાવી તેના પર આઇકોનિક રોડ બનાવવાના મુદ્દે સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો. આક્ષેપ- પ્રતિ આક્ષેપ વચ્ચે બહુમતી વડે કુલ 32 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્ય સરકાર માંથી વિશેષ મજૂરી સાથે સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત 10 કરોડ ના કામ ને બહાલી આપવામાં આવી હતી. સ્વચ્છ શહેર, સુંદર શહેર અંતર્ગત 1.25 કરોડ , ઓએનજીસી ઓફિસ થી ત્રણ રસ્તા સર્કલ , ત્રણ રસ્તા સર્કલ થી ચૌટા નાકા થઇ ભરૂચી નાકા સુધી નો આઇકોનિક રોડ 7.50 કરોડ ના ખર્ચે એનિમલ બર્ડ કંટ્રોલ અંતર્ગત શ્વાન ના ખસીકરણ સહીત અન્ય પ્રાણી માટે 7.20 લાખ રૂપિયા, સફાઈ વેરો પ્રોત્સાહન યોજના માટે 50 લાખ રૂપિયા તેમજ 2.91 કરોડ ના ખર્ચે આઉટ ગ્રોથ ની ગ્રાન્ટ માંથી આઉટ ગ્રોથ માંથી પાલિકા સમાવેશ થયેલ વિસ્તાર ના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભારે વરસાદ ના કારણે થતા રોડ ના નુકસાન ને લઇ રોડ ના સુધારકરણ અને નવીનીકરણ માટે મંજૂરી આપવામાં આવી હતી. આગામી સપ્ટેમ્બર મહિના બાદ ઓએનજીસી વર્કશોપ થી ત્રણ રસ્તા અને ત્રણ રસ્તા થી ભરૂચીનાકા સુધી ના 5.50 કરોડ ના ખર્ચ એ નિર્માણ કામ તમામ મજૂરી આપી ટેન્ડર પ્રક્રિયા ની નોંધ લેવાઈ હતી. તો અંદાજે 8 કરોડ ઉપરાંત ના ખર્ચે નિર્માણ થનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ના તાંત્રિક મંજૂરી સહીત ટેન્ડર પ્રક્રિયા અંગે મજૂરી સાથે ની નોંધ મુકાઈ હતી.