- સોસાયટી ના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા તો ઘરવખરી ડૂબી જવા પામી હતી. *
- સિદ્ધિ વિનાયક સોસાયટી માં પુર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
- કોસમડી નીચાણવાળી સિદ્ધિ વિનાયક સોસાયટી માં ચોમાસા દરમિયાન અન્ય વિસ્તાર ના પાણી ભરાવાથી સ્ફોટક સ્થિતિ સર્જાઈ
અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ ની સિદ્ધિ વિનાયક સોસાયટી માં વરસાદી પાણી ઘૂસી જતાં રહીશો ની હાલત કફોડી બની છે. ગઈકાલે પડેલા 1.5 ઇંચ વરસાદને કારણે સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સોસાયટી ના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. વરસાદી પાણી રહીશોના ઘરોમાં ઘૂસી જતાં ઘરવખરી ડૂબી ગઈ છે. સ્થાનિક રહીશો ના જણાવ્યા મુજબ, સોસાયટી નજીક આવેલા નાળામાં થોડો પણ વરસાદ પડે ત્યારે પાણી ઉભરાઈને સોસાયટીમાં ફરી વળે છે. આ સમસ્યા વધુ ગંભીર બને છે જ્યારે ગટરનું દૂષિત પાણી વરસાદી પાણી સાથે ભળી જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ સમસ્યા સર્જાય છે. સ્થાનિકોએ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.