- પ્રાચીન ઉત્કેશ્વર મહાદેવ પર થી આવ્યું છે ગામ નું નામ ઉતરાજ
- સૌથી વધુ સુવિધા સંપન્ન ગામ ઉતરાજા માં પંચાયત માંથી એનાઉમેન્ટ થતા જ તામમ ફળીયા મુકેલા લાઉડ સ્પીકર થી વાત પહોંચે છે
- સીસીટીવી, અત્યાધુનિક આઇ લવ ઉતારાજ લેક વ્યુ પાર્ક , ક્રિકેટ ગ્રાઉન્ડ થી લઇ આધુનિક સુવિધા ની સજ્જ ગામ ઉતરાજ

હાંસોટ નું સૌથી વધુ આધુનિક અને વિકસિત ટ્રાયબલ ગામ એટલે ઉતરાજ છે. જેટલું તે આધુનિક એટલું જ પૌરાણિક પણ છે. પ્રાચીન ઉત્કેશ્વર મહાદેવ પર થી આવ્યું છે ગામ નું નામ ઉતરાજ. જિલ્લામાં સૌથી વધુ સુવિધા સંપન્ન ગામ ઉતરાજા માં પંચાયત માંથી એનાઉમેન્ટ થતા જ તામમ ફળીયા મુકેલા લાઉડ સ્પીકર થી વાત પહોંચે છે. સીસીટીવી, અત્યાધુનિક આઇ લવ ઉતારાજ લેક વ્યુ પાર્ક, ક્રિકેટ ગ્રાઉન્ડ થી લઇ આધુનિક સુવિધાથી સજ્જ ગામ ઉતરાજ છે. હાંસોટ તાલુકાના વડુ મથક પહેલા દોઢ કિ મી અંતરે આવેલ ઉતરાજ ગામ જોતા જ આપણે વિદેશ ના કોઈ વિલેજ માં આવ્યા હોય તેવી પ્રથમ દ્રષ્ટિ એ અનુભૂતિ થાય છે.



નર્મદા ધોવાણ માં ડુબાણમાં ગયેલ ગણપતપુરા ગામ ને સમાવી લીધા બાદ હાલ ઉતરાજ ગામ માં 1400 થી વધુ ની વસ્તી છે. જેમાં 255 થી વધુ મકાનો આવેલા છે. ગામ વિશેષતા ની વાત કરીએ તો ગામ 100 % શૌચાલય સજ્જ છે, અને તે પણ ગટર લાઈન વ્યવસ્થા સાથે છે.ગામ માં નલ સે જળ હેઠળ 100 % ઘર માં પાણી કનેક્શન ને આરો નું ફિલ્ટર પાણી તે પણ ફ્રી સુવિધા યુક્ત છે. ડોર ટુ ડોર કચરા નું કનેક્શન તે પણ રોજે રોજ કરવામાં આવે છે. તો સમગ્ર ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ, આર.સી.સી રોડ સજ્જ, વોલ ટુ વોલ બ્લોક સાથે આકર્ષક પ્રવેશ દ્વારા સજ્જ ગામ છે. વોલ પેઇન્ટિંગ સાથે આકર્ષક ગામ બન્યું છે.



એટલું જ નહિ ગામ આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ, તેમજ ગામ બાજુ માં બ્યુટીફીકેશન સાથે સજ્જ તળાવ વોક વે. નૌકાવિહાર, કસરત ના સાધનો અને આઈ લવ ઉતરાજ ના સાઈન બોર્ડ સાથે રાત્રી ના ગામ ની ઝગમગાટ અનોખો છે. ગામમાં હાલ નું અંતરનાથ મહાદેવ એટલે પ્રાચીન ઉત્તરે શ્વર મહાદેવ મંદિર જેના નામથી ગામ નું ઉતરાજ આવ્યું છે. એ પ્રાચીન મંદિર છે. તો ગામ માં ખીમાણી માતાજી. ભાથીજી મહારાજ, દશામાં, વેરાઈ માતા મંદિરો આવેલા છે. હાંસોટ ના ટ્રાયબલ કેટેગરી માં ગણાતા ઉતરાજ ગામ હાંસોટ ને જિલ્લા સૌથી વિકસિત અને આધુનિક ગામ ની શ્રેણી માં મૂકી દે છે. ખાસ કરી અહીં પંચાયત કચેરી થી કોઈ અગત્ય ની જાહેરાત કરાવી હોય તો માઈક પર એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. જે ગામમાં દરેક ફળીયા માં મુકવામાં આવેલ લાઉડ સ્પીકર વડે ઘર ઘર સુધી વાત પહોંચાડે છે.



તો ગામ ની શાળા પણ ઉચ્ચ સુવિધા સંપન્ન છે. ત્યારે ગામ માં સાક્ષરતા પણ ઉચ્ચ કક્ષા ની છે. જેમાં હાલ માજ ગામ માં 4 યુવાનો ડોક્ટર થયા છે. તો ગામ માં સામાજિક ક્ષેત્રે જાગૃત હોવાનો અહેસાર ગામ ના શતક વીર રક્તદાતા ધર્મેન્દ્રભાઈ પટેલ નું પણ છે. ગામમાં હાલ સરપંચ પુષ્પા બેન પરમાર, ડે. સરપંચ રીટાબેન પટેલ છે મહિલાઓ ની આગેવાની ગામ આધુનિકતા તરફ આગળ આવી રહ્યું છે. કા-કા બા હોસ્પિટલ પણ આજ ગામ માં આવેલ છે. જે હાંસોટ ની જીવાદોરી સમાન હોસ્પિટલ છે. ગામ નું આકર્ષણ


ઉતરાજ શશિબિંદુ રાજા ની પુત્રી ઉત્તરા એ ઉત્તમ પતિ માટે તપ કરી શિવ ને પ્રસન્ન કર્યા હતા. ભગવાન શિવ પ્રસન્ન થયા બાદ ભગવાન શિવ અહીં સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે સ્થાપિત થયા હતા જે બાદ ઉત્તરેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત થયું અને જેના નામ પર થી ઉતરાજ નામ આવ્યું છે. જે આજે અંતરનાથ મહાદેવ તરીકે ઓળખ પામ્યું છે. તો ગામ નું આઈ લવ ઉતરાજ સાથે નું લેક પાર્ક હાંસોટ તાલુકા નું આકર્ષણ નું કેન્દ્ર છે.
- 1400 થી વધુ ગામ ની વસ્તી
- 255 થી વધુ મકાનો
- 90 % સાક્ષરતા
- કનેક્ટિવિટી – રોડ
- અહીં 200 વિંઘા આકાર લઇ રહ્યું છે. સોલાર એનર્જી પ્લાન્ટ
સુરત ની એવી કે પી ગ્રુપ દ્વારા ઉતરાજ ગામ અને શેરા ગામની 200 વિધા જમીન માં સોલાર એનર્જી પ્લાન્ટ ની સ્થાપના કરવા જઈ રહ્યા છે, જેથી ઉત્પાદન થયેલ વીજળી ડીજીવીસીએલ ને મળશે આમ વીજ પુરવઠો વધશે, જમીન માલિક ની આવક વધશે, સારા રોડ રસ્તા બનશે જેનો લાભ પ્રજાને મળશે