Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ના નૌગામા ખાતે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો ફરાર થઇ ગયા હતા.

  • સોના-ચાંદી ના દાગીના મળી 1.66 લાખ નો તથા પર હાથફેરો કરી લઇ ગયા હતા.
  • મકાન માલિક પત્ની જોડે સાસરી માં ગયા અને રાત્રી ના તસ્કરો એ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું.
  • 14 મી જુલાઇ ના રોજ બનેલી ચોરી પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ બાદ અંતે ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી હતી. 

અંકલેશ્વર તાલુકાના નૌગામા ખાતે રહેતા દિલીપભાઈ વસાવા પોતાની પત્ની જોડે ગત 14 મી જુલાઈ ની રાત્રી ના ઝગડીયા ના મુલદ ગામ ખાતે સાસરીમાં ગયા હતા. ઘરે લોક મારી ગયા બાદ રાત્રી ના સાસરી માં રોકાણ કર્યું હતું. દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી નકુચા તોડી ઘર માં પ્રવેશ કર્યો હતો. અને ઘર માં રહેતા કબાટો અને તિજોરી તોડી ઘર માં સર સમાન વેર વિખેર કરી અંદર થી સોના-ચાંદી ના દાગીના ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જે અંગે વહેલી પરોઢે દિલીપ ભાઈ ના પિતા દ્વારા જાણ કરતા તેઓ પત્ની જોડે સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘર માં તપાસ કરી આ અંગે  બી ડિવિઝન પોલીસ મથકે 1.66 લાખ રૂપિયા ના સોના-ચાંદી ના દાગીના ની ચોરી અંગે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી. જે ની પોલીસ તપાસ કરી રહી હતી દરમિયાન તાજેતરમાં શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડેલ સીકલીગર ગેંગ દ્વારા ચોરીની કબૂલાત કરતા અંતે બી ડિવિઝન પોલીસ દ્વારા સત્તાવાર ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

error: Content is protected !!
Scroll to Top