અંકલેશ્વર શહેર વોર્ડ નં 9 માં આવેલ કેશવ પાર્ક સોસાયટીમાં શ્રવણ સ્કૂલ પાસે થી છેલ્લા 4 દિવસથી ગટર નું પાણી જે ઉભરાઈ રહ્યા છે જેનાથી વિદ્યાર્થીઓને આવવા જવા માં તકલીફ પડી રહી છે અને ઉભરાતું પાણી કેશવપાર્ક માં આવેલી ખ્રિસ્તી સમાજ ના કબ્રસ્તાન માં પ્રવેશી રહ્યું છે. જેને લઇ સામાજિક લાગણી પણ દુભાઈ રહી છે. આ વચ્ચે શાળાના વિદ્યાર્થીઓ દુષિત પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા છે. જે અંગે પાલિકા ના પૂર્વ સભ્ય અને યુથ કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા દ્વારા અંકલેશ્વર પાલિકા ને સોશિયલ મીડિયા ના માધ્યમ થી ફરિયાદ કરી હતી. આ અંગે પાલિકા કચેરી ખાતે તપાસ કરતા ગૌતમ પાર્ક -રાધે પાર્ક ખાતે આવેલ પમ્પીંગ સ્ટેશન ની મોટર બદલવાની કામગીરી દરમિયાન પેનલ ક્ષતિગ્રસ્ત થઇ જતાં આ સમસ્યા સર્જાઈ રહી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પાલિકા અને જીયુડીસી વિભાગ દ્વારા ત્વરિત અસર તહુઈ પેનલ બદલાવા સાથે મોટર નવી મુકવાની તજવીજ શરુ કરી હતી.