- સમગ્ર ઘટના કોમ્લેક્ષ માં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ હતી.
- 2 યુવા શીખવા તસ્કરો ની કરતૂત સીસીટીવીમાં કેદ થઇ શટર ના લોક તોડી નીચે થી પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા.
- પરચુરણ સિલ્ક સિવાય સર સમાન ના ચોરાતા દુકાનદારો ફરિયાદ કરવાનું ટાળ્યું પણ પોલીસ પેટ્રોલિંગ ની માંગ કરી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી રહેણાંક આવેલ પારિતોષ એપાર્ટમેન્ટ નીચે તેમજ મારુતિ કોમ્પલેક્ષની મળી 15 જેટલી દુકાનોના તાળા ગત રાત્રી દરમિયાન તૂટ્યા હતા.બે શોપિંગ કોમ્પ્લેક્સની અનેક દુકાન ચોરીના ઈરાદે તાળા તોડવાના પ્રયત્નો થયા હતા. સમગ્ર ઘટના કોમ્લેક્ષ માં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. જેમાં બે યુવકો એક પછી એક દુકાનોના તાળા તોડી દુકાન અર્ધ શટર ઊંચું કરી અંદર પ્રવેશી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. જેઓ બે કોમ્લેક્ષ માં 15 જેટલી દુકાનોના તાળા તોડ્યા હતા પણ ઝાઝા રોકડ હાથ ના લાગતા તસ્કરો નો નિષ્ફળ જોવા મળ્યો હતો. દુકાન માં સિલ્ક રૂપિયા સિવાય સર સમાન ચોરાયો ના હતો. આ અંગે કોમ્પ્લેક્સના દુકાનદારોને એક પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી હતી.સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ રાત્રી પેટ્રોલિંગ અને વધુ સઘન બનાવવાની બાહેંધરી દુકાનદારોને આપી હતી. સાગમટે આટલી દુકાનોના તાળા ઓ તૂટતા દુકાનદાર વર્ગમાં ચિંતા જોવા મળી હતી. જોકે ગત રાત્રીના ઘટનામાં કોઈ માલમતાની ચોરી થવા પામી નહોતી.