- રિક્ષામાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો.
- સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ આખલાનો આતંક જોવા મળ્યો હતો.
- અગાઉ સગર્ભા મહિલા અને તેના પતિ ને અડફેટે લેતા ઘવાઈ હતી.
- છેલ્લા 15 દિવસ માં બીજી વાર આખલા ઓ બાખડ્યા
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રખડતા પશુ ને લઇ હવે માર્ગો પર ચાલવું કે વાહન લઇ પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે. છેલ્લા એક મહિના આખલા બાખડતા હોવાની બીજી ઘટના સામે આવી છે. તો આ આખલા એ 15 દિવસ પહેલા જ એક સગર્ભા મહિના અને તેના પતિ બાઈક પર દવાખાને જઈ રહ્યા હતા ત્યારે જ ટક્કર મારતા સગર્ભા મહિલા ઘવાઈ હતી જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો હવે અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ સરદાર પાર્ક સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ પાસે બે આખલા ઓ વચ્ચે યુદ્ધ છેડાયું હતું. અને જાહેર માર્ગ પર ચાલી રહેલા આ આખલા ના યુદ્ધ માં અચાનક એક આખલો રનિંગ રીક્ષા જોડે જઈને ભટકાયો હતો. જેમાં રીક્ષા પલ્ટી મારી જવા પામી હતી. રીક્ષા સવાર મુસાફરો અને ચાલાક ને સામાન્ય ઇજા સાથે ચમત્કારિક બચાવ થયો હતો. જો કે આખલા ના યુદ્ધ ને લઇ લોકો માં અફડા તફડી સર્જાઈ હતી. તો લોકોમાં ભય ફેલાયો હતો. માર્ગો પર પુનઃ રખડતા ઢોર ને લઇ માનવ જીવન પર જોખમ ઊભું થતાં લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે અગાઉ વારંવાર ના અહેવાલ બાદ તંત્ર એ એક દિવસ માટે મૂંગા પશુધન ને પકડવાની ઝુંબેશ ઉપાડી હતી. જે બાદ બીજા દિવસે બંધ થઇ હતી. જેને લઇ લોકો માં વધુ ગુસ્સે ભરાયા છે. ત્યારે પશુપાલકો ની નિષ્કાળજી નો ભોગ આમ જનતા બની રહી છે. જે સામે નોટીફાઈડ તંત્ર પણ મૂક પ્રેક્ષક બની કામગીરી પ્રત્યે અનદેખી કરી રહ્યા છે.