જીવના શિવ સાથે મિલન કરાવતા શ્રાવણ માણસનો પ્રારંભ થયો છે.ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ઝઘડિયા તાલુકા શિયાલી ગામે બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે.આ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.પવિત્ર શ્રાવણ માસમાં બરફાની ગુફા એક મહિના માટે ખુલ્લી રહે છે.જાહેર દર્શનાર્થે શ્રાવણમાં ખુલ્લી મુકાતી અમરનાથ ગુફામાં બિરાજમાન કરાયેલા બરફના શિવલિંગના દર્શન માટે રોજ ભક્તો આવતા હૉય છે.આશ્રમનાં બ્રહ્મનિષ્ઠ મહારાજ કૃષ્ણ સ્વરૂપ મહારાજએ જણાવ્યુ હતું કે આશ્રમમાં ધ્યાનયોગ, જ્ઞાનયોગ, એકાગ્રતા કેળવવા માર્ગદર્શન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની જ્ઞાન, આત્મશક્તિની વૃધ્ધિ થાય તે માટે સરસ્વતી ઉપાસનાની પુસ્તિકા અને પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને સરસ્વતી માતાના છ મુખી રૂદ્વાક્ષ વિના મુલ્યે પ્રસાદી સ્વરૂપ વિતરણ કરવામાં આવે છે. ભક્તો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે.આ તીર્થ સંકુલમાં અન્ય દેવી દેવતા ઓના મંદિરો પણ આવ્યાં છે.ત્યારે હાલ ચાલુ થયેલ શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જે કાર્યક્રમોનો લાભ લેવા શિવ ભક્તોને નિમંત્રણ પાઠવવામા આવ્યું છે.