Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચના હાંસોટના કતપોર નજીક દરિયામાં કન્ટેનર તણાય આવ્યું

ભરૂચના હાંસોટના કતપોર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને આવતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ દહેજ મરીન અને હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો

ભરૂચના હાંસોટ તાલુકાના કતપોર ગામ નજીક દરિયો અને વન ખાડીનો સંગમ થાય છે.આ ખાડીના પાણીમાં દરિયામાંથી તણાઈને આવેલ મોટુ કન્ટેનર નજરે પડ્યું હતું જેના પગલે ગ્રામજનોમાં કુતુહલ ફેલાયું હતું આસપાસના ઝીંગા તળાવમાં કામ કરતા કામદારો દ્વારા તેને બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તરફ આ અંગેની જાણ થતાની સાથે જ દહેજ મરીન પોલીસ તેમજ હાંસોટ પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ કરતાં કન્ટેનરમાં બાળકોના બુટ ચપ્પલનો જથ્થો હોવાનો બહાર આવ્યું છે. પોલીસ દ્વારા આ અંગે કસ્ટમ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દરિયામાં મોટી ભરતી સમયે કોઈ સીપમાંથી કન્ટેનર પડી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જોકે આ કન્ટેનર કોનું છે અને કઈ રીતના દુર્ઘટનાનો ભોગ બન્યું તે સહિતની વિગતો તપાસ બાદ બહાર આવશે.

error: Content is protected !!
Scroll to Top