પૂર્વ સાંસદ સ્વ વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી મેઘા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરાયું હતું.
અંકલેશ્વર જીઆઇડીસી લાયન્સ સ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા,લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન તથા તથા આઇડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રા. લિ દ્વારા વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં મોટી સંખ્યામાં બ્લડ દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં 300 વધુ યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જેતપુર જામકંડોળા ના ધારાસભ્ય જયેશ રાદડિયા,અંકલેશ્વર હાંસોટ ના ધારાસભ્ય ઈશ્વર પટેલ,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ સમાજના આગેવાન તેમજ લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા, લાયન્સ સુનિતા ગજેરા, મંત્રી લાયન્સ યોગેશ પટેલ, અને શિલ્પા પટેલ, ખજાનચી હિતેશ પટેલ અને સારિકા પટેલ તેમજ પ્રોજેક્ટ ચેરમેન લાયન્સ પ્રતીક દેવાણી અને લાયન્સ કિંજલ દેવાણી તેમજ લાયન્સ ક્લબ ના સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી બ્લડ દાતા ઓ ના સથવારે કેમ્પ ને સફળ બનાવ્યો હતો.