પિરામણ આમલાખાડી બ્રિજ થી લઇ રાજપીપળા ચોકડી થી આગળ સુધી વાહન કતાર જોવા મળી હતી.

અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર વાલિયા ચોકડી નજીક આમલાખાડી બ્રિજ ને લઇ પુનઃ એકવાર ટ્રાફિક જામ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. મંગળવાર ના રોજ સવારે પુનઃ એકવાર સુરત તરફ જતા માર્ગ પર વાહનો કતાર જોવા મળી હતી.અંકલેશ્વર આમલાખાડી બ્રિજ સાંકળો હોવાને લઇ હવે વધુ પડતા વાહનો અવરજવર અને હાઇવે પર ના વાહનો સાથે વાલિયા ચોકડી થી એપ્રોચ રોડ થઇ હાઇવે પર પ્રવેશતા વાહનોને લઇ બ્રિજ ના મુખ પર જ વાહનો કતાર બ્રિજ પસાર કરવા લાગી જતી હોય છે. જેને લઇ બ્રિજ થી રાજપીપળા ચોકડી સુધી છાશવારે વાહનો કતાર લાગી જાય છે. ત્યારે વારંવાર ટ્રાફિક માં ફસાયા વાહન ચાલકો દ્વારા બ્રિજ ના પર્યાય રૂપ અન્ય બ્રિજ ઉભો કરવા આવે ત્યારે જ સમસ્યા નો નિકાલ થઇ શકે છે. ત્યારે બ્રિજ ની કામગીરી ઝડપથી શરુ કરવા માં આવે તેવી માંગ કરી રહ્યા છે.