ભંગારીયા અને ચોરો ની વધુ એક સાઠગાંઠ છતી થઇ છે. ભરૂચ અને સુરતના 4 તાલુકામાંથી બાઇક ચોરી કરી તેને કટીંગ કરી સ્પેરપાર્ટ્સ વેચતી ટોળકીના સગીર સહિત 3 ને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ અને સુરત જિલ્લાના 4 તાલુકામાંથી 10 બાઈક ચોરી સ્પેરપાર્ટ્સ કટિંગ કરી વેચતી ટોળકીનો અંકલેશ્વર પોલીસે પર્દાફાશ કર્યો છે. અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ. વી.યુ. ગડરીયા દ્વારા એસ.પી મયુર ચાવડા ની સુચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. પી.એસ.આઈ. એ.બી.સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન કિશોરભાઈને બે યુવાનો શંકાસ્પદ બાઈક લઈને અંસાર માર્કેટ થી સર્વિસ અંકલેશ્વર તરફ આવનાર હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વોચ ગોઠવી કાયદાના સંઘર્ષ માં આવેલ કિશોર સાથે અન્ય ઈસમ ને કોર્ડન કરી રોક્યો હતો. તેમની પાસે બાઈક અંગે પૂછતા જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ ના કરવા પોલીસે બાઈક ચેચિસ નંબર આધારે બાઈક હાંસોટ ના વાલનેર સંજય દલપત ભાઈ ની હોવાનું પોકેટ કોપ અંધારા જાણવા મળ્યું હતું. જેને લઇ પોલીસે સગીર તેમજ કાપોદ્રા ના ઉસ્માન સઇદ સિદ્દીકી ની ધરપકડ ઊંડાણ પૂર્વક પૂછપરછ શરુ કરતા તેના મિત્ર મુસ્તુફા મનીહાર એ હાંસોટ, પાનોલી કોસંબા સહીત જિલ્લા માંથી. 10 એ બાઈક ચોરી કરી હતી અને તેને લઇ આવી તેઓ સ્પેરપાર્ટ કરી વેચી દીધા હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે માલ ખરીદનાર સલમાન અબ્દુલ કલામ અજમત અલી ચૌધરી ની પણ ધરપકડ કરી હતી. અને તેમની પાસે થી ચોરી ની બાઈક ઉપરાંત વિવિધ બાઈક ના સ્પેરપાર્ટ કિંમત રૂપિયા 1.83.500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પોલીસે બાઈક ચોરી કરનાર ઉસ્માન સઈદ સીદીકી, કાપોદ્રા, અંકલેશ્વર , એક સગીર બાળક ( બાઇક ચોરી કરનાર ) તેમજ મુદ્દામાલ ખરીદનાર સલમાન અબ્દુલ કલામ અજમત અલી ચૌધરી, મીરાનગર, અંકલેશ્વર વિધિવત ધરપકડ કરી હતી., તેમજ અન્ય બાઈક ચોર મુસ્તફા મનીહાર અને માલ ખરીદનાર બિલાલ એઠમદ શાહ, નોબલ માર્કેટ, અંક્લેશ્વર ને વૉન્ટેડ જાહેર કર્યા હતા. ઝડપાયેલ આરોપી ની પ્રાથમિક પૂછપરછ માં 9 જેટલા બાઈક ચોરી ના ભેદ ઉકેલાયો હતા. બાઈક ચોરો એ અંકલેશ્વર, હાંસોટ,. પાનોલી , ભરૂચ નવેઠા અને કોસંબા માંથી બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.