- બે લોકોને ઈજા પહોંચી હતી. જેને લઇ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
- રાત્રી ના સર્જાયેલ અકસ્માત ને ઇજાગ્રસ્તો ને 108 ની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતો.
- બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. પાનોલી નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.એસટી બસના ચાલકે કારને ટક્કર મારતા કારમાં સવાર બે લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.