અંકલેશ્વર નગર તેના આધ્યાત્મિક વિરાસતને કારણે પુરાણોમાં આજીવન સ્થાન પામ્યું છે,જે પૈકી નર્મદા પુરાણ માં અંતરનાથ મહાદેવ મંદિર સ્થાન પામે છે
સોમવાર થી પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે ,શિવાલયો માં દર્શન માટે ભક્તો ઉમટી પડયા હતા અંકલેશ્વર શહેરમાં ગોયા બજાર માં આવેલ અતિ પ્રાચીન અંતરનાથ મહાદેવનું મંદિર આવેલું છે, આ મંદિર ખાતે દર્શનાર્થીઓ ઉમટી પડે છે ,શ્રાવણ માસ ના પહેલા સોમવારે સવાર થી દર્શન માટે ભક્તો ની કટાર લાગી હતી ,સવાર ની આરતી બાદ મંદિરમાં ભક્તો ને ઘોડાપુર જોવા મળ્યું હતું.
અંતરનાથ મહાદેવ ની પૌરાણિક ગાથા માં આ મંદિરના સાનિધ્યમાં ભગવાન રામચંદ્રજી એ યજ્ઞ કર્યો હતો,અંતરનાથ મહાદેવ મંદિર નો પ્રાચીન શાસ્ત્રોમાં અક્રૂરેશ્વર મહાદેવ મંદિર તરીકે ઉલ્લેખ થયો છે, તેના નામ અપભ્રંશ થઇ અંકલેશ્વર નગર નું નામ પડ્યું છે. મૂળ અકુરેશ્વર આજે અંકલેશ્વર તરીકે ખ્યાતિ પામ્યું છે,અંકલેશ્વરની ગોયા બજાર સ્થિત અંતરનાથ મહાદેવ મંદિર પરત્વે સ્થાનિક શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને શ્રધ્ધા નું કેન્દ્ર બન્યું છે,કેમ કે આ મંદિર માં બિરાજમાન અકુરેશ્વર મહાદેવ ને કેવળ અંતરથી સ્મરણ કરવા માત્ર થી મનની ઈચ્છા ઓ પરિપૂર્ણ થાય છે,અને એટલે જ આ મંદિર અંતરનાથ મહાદેવ મંદિર તરીકે જાણીતો અને માનીતું બન્યું છે,એક લોકવાયકા પ્રમાણે મોગલ સમ્રાટ જયારે આ વિસ્તાર માંથી લશ્કર સાથે પસાર થતો હતો ત્યારે તેણે અંતરનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને આ મંદિર ના શિવલિંગ ઉપર તીક્ષ્ણ તલવાર થી પ્રહાર કર્યા હતા ત્યારે તેમાંથી અનેક ભમરાઓ ઉડ્યા હતા અને મોગલ સમ્રાટે લશ્કર સાથે નાસી જવું પડ્યું હતું આજે પણ આ શિવલિંગ ઉપર તલવારના પ્રહારોના ઘા જોવા મળી રહ્યા છે,
પૌરાણીક દંતકથા મુજબ કુંભકર્ણ ના પ્રપૌત્ર અક્રૂર નામના રાક્ષસ પાપ અને શ્રાપ મુક્ત થવા ભ્રમણ કરતા અહીં આવી પહોંચ્યા હતો અને ભગવાન મહાદેવ ના શિવલિંગ ની સ્થાપના કરી હતી,અને તેની તપસ્યાથી પ્રસન્ન થઇ શિવજીએ તેને રાક્ષસ યોની માંથી મુક્ત કરી તમામ દોષો માંથી મુક્તિ આપી મોક્ષ કર્યો હતો.આજે અંકલેશ્વર નગર ને ઉદ્યોગ નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે, અંકલેશ્વર ના મૂળ માં આધ્યાત્મિક ધરોહરની હૂંફ છે,અને તેજ આ નગરના નિર્માણ માં વર્ષો વર્ષ થી પ્રાણવાયુ પુરી રહ્યો છે,