Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર શહેરમાં ખરાબ રસ્તાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

અંકલેશ્વર માં લોકો માં રોષ સાથે નગર માં રોડ નું નવીનીકરણ ચોમાસા બાદ કરો પણ એ પહેલા રોડ ના ખાડા તો પૂરો તેવી માંગ કરાઈ રહી છે.

અંકલેશ્વર માં પડી રહેલા અનરાધાર વરસાદ વચ્ચે માર્ગો ખાડે ગયા છે. થોડા વરસાદ માં જ ખાડા પુનઃ ઉભા થઇ જાય છે.  જેને લઇ વાહન ચાલકો એક ખાડા માંથી બચે તો બીજા ખાડા માં પટકાઈ રહ્યા છે.ગાડી ની બ્રેક અને સ્ટેરીગ પકડી ને જાણે કોઈ મેળા ની ચકડોળ માં બેઠા હોય તેવી રીતે પસાર થવા મજબુર બન્યા છે. ભરૂચી નાકા બિરસા મુંડા સર્કલ થી લઇ ત્રણ રસ્તા સર્કલ સુધી ના માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે. તો ગડખોલ ટી બ્રિજ ના  બોરભાઠા પાટિયા પાસે પણ ઊંડા ખાડા જોવા મળી રહ્યા છે. શહેર નો માર્ગ પાલિકા દ્વારા તાજેતર માં જ માર્ગ અને મકાન વિભાગ પાસે થી હસ્તગત કરી તેના નિર્માણ ની જાહેરાત કરી છે. જો કે પાલિકા અને માર્ગ અને મકાન વિભાગ હવે ખાડા કોણ પૂરશે તેવા સવાલ ઉભા થઇ રહ્યા છે. પાલિકા દ્વારા રોડ ના ખાડા માં માત્ર મેન્ટલ નાખવામાં આવી રહ્યા છે. જો ખાડા માં તકતા જ નથી. અને પુનઃ ખાડા પડી જાય છે. માર્ગ પર સૌથી ખરાબ હાલત જ્યોતિ સિનેમા શિવ કોમ્પલેક્ષ પાસે જોવા મળી રહી છે. જ્યાં અસંખ્ય ખાડા ને લઇ વાહન ચાલકો હાડકા તોડ રોડ વચ્ચે પસાર થવું પડી રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિક પ્રવીણ મોદીએ જણાવ્યું હતું કે વારંવાર રજુઆત કરી છે. પણ પરિણામ શૂન્ય છે ને ખાડા માં મૅન્ટલિયા નાખી સંતોષ માની રહ્યા છે જે બીજા દિવસે નીકળી જાય છે. રોડ ની બદતર હાલત ને લઇ લોકો હાડકા ની સમસ્યા સર્જાઈ રહી છે. તો વાહન નું મેન્ટેનન્સ વધતા લોકો ના ખિસ્સા ખાલી થઇ રહ્યા છે. પણ પાલિકા સત્તાપક્ષના પેટનું પાણી હલી નથી. રહ્યું અને પ્રજાને હાડમારી વેઠવી પડી રહી છે. નગર માં રોડ નું નવીનીકરણ ચોમાસા બાદ કરો પણ એ પહેલા રોડ ના ખાડા તો પૂરો તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે.

error: Content is protected !!
Scroll to Top