- કેડ સમણાં પાણીમાંથી પસાર થતા લોકો જોવા મળ્યા હતા.
- પાણીમાંથી પગપાળા પસાર થતા લોકો ના જીવ પર જોખમ ઉભું થઇ રહ્યું છે.
- ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કાવેરી નદી બે કાંઠે થતા આ પરિસ્થિતિ સર્જાય છે.
- પુલ મંજુર થયા બાદ સુધી આજદિન સુધી ના બનતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

વિકસિત ગુજરાત ના મોડેલ જ્યાં સમગ્ર દેશ અને દુનિયા ના દ્રષ્ટાંત આપવા આવી રહ્યા છે એવા આ ગુજરાત ના ઝગડીયા ના ઉચેડીયા ગામ નો એક વિડીયો વાયરલ થયો છે. ગામ માં જતા માર્ગ પર કાવેરી નદી આવેલ છે. જે નદી હાલ બે કાંઠે વહી રહી છે. જે હાલ ચોમાસા માં બે કાંઠે જોવા મળી રહી છે. જે નદી માં લોકો જીવના જોખમેં પાણીમાંથી પસાર થઇ રહ્યા છે. કેદ સમા પાણી પસાર થતા લોકો નો એક વિડીયો વાયરલ થતા થતા ઘટના સામે આવી છે.વર્ષો થી ઉચેડિયા ના ગ્રામજનો દ્વારા બ્રિજ ની માંગ કરી છે. છતાં આજ દિન સુધી બન્યો નથી. ખેડૂતો માટે ખેતર માં જવા થી માંડી ગામ માં જવાનો મુખ્ય માર્ગ હોવા છતાં તંત્ર ની ઉપેક્ષા એ લોકો પાણી થી જ વર્ષો થી પસાર થઇ રહ્યા છે. અહીં બ્રિજ મંજુર થયા બાદ પણ કોઈ કારણોસર બન્યો નથી. ત્યારે આ જીવ ના જોખમે પસાર થતા લોકો જો જીવ ગુમાવે તો કોણ જવાબદાર તેવા સવાલ ઉભા થઇ રહ્યા છે.