અંકલેશ્વર અમરતપુરા એર સ્ટ્રીપ પ્રથમ ફેઝ ની કામગીરી પૂર્ણ એર સ્ટ્રીપ બની તૈયાર થઇ ગઈ છે. એ.ટી.સી ટાવર તૈયાર થતા જ વિમાન ઉડાન ભરી શકાશે.
અંકલેશ્વર હવાઈ પટ્ટી ખાતે વિકસાવવામાં આવેલ 2200 મીટર ના રનવે પર 180 સીટર પેસેન્જરની ક્ષમતા ધરાવતું વિમાન પણ ઉડ્ડયન અને ઉતરાણ કરી શકશે. ગુજ સેલ અમદાવાદ ની રાહબરી હેઠળ અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગ ની દેખરેખ હેઠળ પ્રથમ તબક્કા ની કામગીરી પૂર્ણ થતા હવે પ્રથમ તબક્કા માં કાર્ગો વિમાન ઉડાન ભરશે. વર્તમાન પરિસ્થિતિ માં ઈ.ટી.સી ટાવર ઉભા થતા જ ગમે ત્યારે એરસ્ટ્રીપ ના ટેસ્ટ માટે બોઇંગ કાર્ગો વિમાન ઉતારી શકે છે. અંકલેશ્વર-ભરૂચ શહેર ને જોડાતા અને સુરક્ષિત રનવે ધરાવતા એર સ્ટ્રીપ બની છે. અંકલેશ્વર ના અમરતપુરા ગામ રનવે આજુબાજુ હાઈ રાઈઝ બિલ્ડીંગ કે ઇમારત ના હોવાથી અમદાવાદ જેવી હોનારત ના સર્જાય તેવી સુરક્ષિત સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના પાંચમું સૌથી હવાઈ પટ્ટી ( એર સ્ટ્રીપ ) ભરૂચ માં બનશે. અઢી કિ મી લાંબી એર સ્ટ્રીપ તૈયાર થશે. તેના પર બોઈંગ 737 અને એરબસ 321 ઉડાન ભરી શકશે. સૌ પ્રથમ કાર્ગો સેવા શરુ કરવામાં આવશે. પ્રથમ ફૈઝ માં એરસ્ટ્રીપ અંદાજે 90 કરોડ ના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. હવે બીજા ફૈઝ માં એર રીપેરીંગ સેન્ટર, હેન્ગર તેમજ એર સુવિધા લગતી અન્ય કામગીરી શરુ થશે. આ અંગે ધારાસભ્ય રમેશ ભાઈ મિસ્ત્રી એ જણાવ્યું હતું કે એર સ્ટ્રીપ ની પ્રથમ ફૈઝ ની કામગીરી પૂર્ણ થઇ છે. ટૂંકમાં ફૈઝ 2 અને 3 ની કામગીરી થશે. ત્યારે જિલ્લા વાસીઓ ની અનેક રજૂઆતો છે. અને વિધાનસભા માં પણ પેસેન્જર વિમાન ભરૂચ જિલ્લામાં ઉડ્ડયન ભારે તેવી રજુઆત છે. તે માટે જિલ્લા ના ધારાસભ્ય અને સંસદ સભ્ય પ્રયત્ન સીલ છીએ. તો ઉદ્યોગ અગ્રણી મહેશ પટેલ એ જણાવ્યું હતું કે એરસ્ટ્રીપ ચાલુ થાય તો ઉદ્યોગો નવી ઉડાન ભરી શકશે. દેશ વિદેશ સાથે આયાત નિકાસ નો નવો માર્ગ ખુલશે તેમજ ભવિષ્યમાં અહીં મુસાફરો માટે પેસેન્જર વિમાન ઉડ્ડયન ભારે તેવી રજૂઆત કરી છે. રાજ્ય અને દેશના ગ્રોથ એન્જીન એવા ભરૂચ જિલ્લા માટે એર સુવિધા ખૂબ જ જરૂરી હતી જે ભરૂચ વાસીઓ નું સપનું સાકાર થવા સાથે એરપોર્ટ જે સ્થળ બન્યું છે. તેને રોડ કનેક્ટિવિટી સાથે સુરક્ષિત વિમાન મથક પણ મળી રહેશે.