Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ના દઢાલ ગામ ખાતે કેડ સમા પાણી નીકળી સ્મશાન યાત્રા નીકળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

દઢાલ ગામ ના સાગ બાળા ફાટક નજીક આદિવાસી સમાજ અમરાવતી નદી પાર સ્મશાન માં પાણી માંથી પસાર થવા મજબૂર છે.

  • ભૂતકાળમાં પણ દઢાલ અને ઉછાલી ગામ ના આવાજ વિડીયો વાયરલ થયા હતા. 
  • ⁠જીઆઇડીસી ને અડી આવેલ ગામ ની આ નરી વાસ્તવિકતા વિકાસ ની પોલ ઉઘાડી કરી રહી છે

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામના સાગબારા ફાટક પાસે વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો અંતિમ સંસ્કાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ચોમાસા દરમિયાન તેમને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે અમરાવતી નદીના ધસમસતા પાણીમાં જીવના જોખમે ઉતરવું પડે છે.નહિ છીછરા પાણી માં અન્ય ઋતુ માં પસાર થતા હોય છે.  ગતરોજ આદિવાસી સમાજના એક વ્યક્તિનું અવસાન થતાં તેની અંતિમવિધિ માટે ડાઘુઓ ગળા સુધીના પાણીમાં ઉતરી નનામી લઈ જવા મજબૂર બન્યા હતા. આ સમસ્યા નવી નથી. ગત વર્ષે પણ એક વ્યક્તિના અંતિમ સંસ્કાર વેળા નદી પાર કરતી વખતે બે લોકો ડૂબી જતાં તેમના મોત નિપજ્યા હતા.સ્થાનિક લોકો એ આ સમસ્યા અંગે અનેકવાર સરકારી તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા અમરાવતી નદી પર બ્રિજ બનાવવામાં આવે જેથી અંતિમ સંસ્કાર જેવી આવશ્યક વિધિ માટે તેમને જીવના જોખમે નદી પાર કરવી ન પડે. આ સમસ્યાનું નિરાકરણ લાવવું અત્યંત જરૂરી છે કારણ કે દર વખતે અંતિમયાત્રા કાઢતી વખતે લોકોના જીવ જોખમમાં મુકાય છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક પગલાં લેવાની આવશ્યકતા છે.

error: Content is protected !!
Scroll to Top